Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

વડોદરા-અમદાવાદ હાઇવે પર ટ્ર્કના ચાલકને માર મારી ટોળકીના બે સભ્યોએ લૂંટ ચલાવતા ગુનો દાખલ

વડોદરા:વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર વડોદરા તરફના ટોલનાકાથી બે કિ.મી. દુર મોડી રાત્રે  ટ્રકના  ચાલકને નજીકની ઝાડીઓમાં ખેંચી જઇ માર માર્યા બાદ લૂંટી લેનાર દાહોદ જિલ્લાની ટોળકીના સાત સભ્યો પૈકી બેને તાલુકા પોલીસે ઝડપી પાડયા છે જ્યારે એક યુવતી સહિત પાંચની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

રાજસ્થાનના જોઘપુર જિલ્લાના ભોપાલગઢ તાલુકામાં જાલામલિયા ગામમાં રહેતો મહિરામ રત્નારામ બિસ્નોઇ ટ્રક લઇને મુંબઇથી વિરમગામ સ્ક્રેપ ખાલી કરવા  જતો હતો ત્યારે તા.૩૦ની રાત્રે વડોદરાથી અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર આજોડ ગામની સીમમાં કેટલાક શખ્સોએ તેને માર મારી લૂંટી લેવાની ઘટના તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. લૂંટની આ ઘટના બાદ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ટી.બી. પંડયા તેમજ સ્ટાફના માણસોએ ચાર ટીમો બનાવીને હાઇવે પર ટ્રક ચાલકોને લૂંટતી લૂંટારૃ ટોળકીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી.

(5:25 pm IST)
  • વિદેશમંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજ ઉઝબેકિસ્તાન જવા રવાના : સૌપ્રથમવાર યોજાયેલી બે દિવસીય ઇન્ડિયા - સેન્ટ્રલ એશિયા મિટિંગમાં ભાગ લેશે : સેન્ટ્રલ એશિયાના જુદા જુદા દેશોના વિદેશમંત્રીઓ જોડાશે access_time 8:07 pm IST

  • દિલ્હી: નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પ્રદૂષણ મામલે વાપી CETPને રૂ.૧૦ કરોડનો દંડ ફટકાર્યો : દંડની સાથે CETPએ બે કમિટી બનાવવાનો પણ આદેશ એનજીટીને કર્યો access_time 10:39 pm IST

  • સપા -બસપા ગઠબંધન મજબૂત :એનડીએએ પોતાને સુદઢ બનાવવું પડશે ;ચિરાગ પાસવાને કહ્યું કે ઉત્તર પ્રદેશમાં બંને પક્ષોએ લાંબા સમય સુધી શાસન કર્યું ત્યાં લોકોને બેરોજગારી અને અપરાધને પગલે અન્ય જગ્યાએ જવા મજબુર થવું પડ્યું access_time 12:47 am IST