Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

વડોદરાના તાંદલજામાં રો મટિરિયલનો જથ્થો વધારે મંગાવી બિલમાં ઠગાઈ આચરનાર અધિકારીનો પર્દાફાશ: 1.63 લાખનું કૌભાંડ ઝડપાયું

વડોદરા: શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલી દવા બનાવતી સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રિઝ લિ.ના સ્ટોર વિભાગમાં રો મટિરિયલનો જથ્થો વધુ મંગાવી અને નહીં આવેલા જથ્થાનેા બિલોમાં ચેકચાક કરી સપ્લાયરને રકમ ચૂકવી દેવાનું કૌભાંડ બહાર આવતાં પોલીસ ફરિયાદ કરાઇ છે.

સનફાર્માના એડમિનિસ્ટ્રેટિવ એક્ઝિક્યુટિવ દેવેન્દ્ર પાઠકે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે,સ્ટોર વિભાગના કેટલાક અધિકારી દ્વારા રો મટિરિયલનો જથ્થો વધુ મંગાવીને ગોટાળા કરવામાં આવતા હોવાની ફરિયાદ મળતાં ઓગષ્ટ-સપ્ટેમ્બરમાં ઓડિટ કરાવવામાં આવ્યું હતું.

(5:24 pm IST)
  • સપા -બસપા ગઠબંધન મજબૂત :એનડીએએ પોતાને સુદઢ બનાવવું પડશે ;ચિરાગ પાસવાને કહ્યું કે ઉત્તર પ્રદેશમાં બંને પક્ષોએ લાંબા સમય સુધી શાસન કર્યું ત્યાં લોકોને બેરોજગારી અને અપરાધને પગલે અન્ય જગ્યાએ જવા મજબુર થવું પડ્યું access_time 12:47 am IST

  • ભારતે પાકિસ્તાનના નિષ્ણાતોને ચેનાબ નદી પર બે હાઈડ્રોપાવર પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા પ્રસ્તાવ મોકલ્યો :ભારતે પાકિસ્તાનને પત્ર લખીને પાકિસ્તાની વિશેષજ્ઞો દ્વારા 27મી જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી વચ્ચે જમ્મુ કાશ્મીરમાં ચેનાબ નદી પર બે હાઈડ્રોપાવર પરિયોજનાનું નિરીક્ષણ માટે તેની યાત્રાનો પ્રસ્તાવ મોકલ્યો છે :આઇડબલ્યુટી અંતર્ગત ભારતે સિંધુ આયુક્તએ પોતાના પાકિસ્તાન સમકક્ષને નિમંત્રણ મોકલ્યું છે access_time 1:07 am IST

  • મેઘાલય કેબિનેટમાં નાગરિકતા વિધેયક વિરુદ્ધ પ્રસ્તાવ પાસ ;ભાજપના ધારાસભ્યોએ પણ આપ્યું સમર્થન :મેઘાલય ડેમોક્રેટીક અલાયન્સ કેબિનેટે નાગરિકતા સંશોધન વિધેયકનો વિરોધ કરતા એક ઠરાવ પાસ કર્યો :ભાજપે મંત્રીમંડળના નિર્ણયનું સમર્થન કર્યું છે access_time 1:08 am IST