Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

સુરતમાં હોમો સેક્સ્યુઅલ ડોક્ટરનો વીડિયો ઉતારી બ્લેકમેઇલીંગ કરતા યુવાનની ધરપકડ

સુરત: સુરતના વેડરોડના હોમો સેક્યુઅલ ડોક્ટરને મળવાના બહાને બોલાવી મુખમૈથુન કરાવી ઠગ ટોળકીએ મોબાઇલમાં શૂટિંગ ઉતારીને બ્લેકમેઇલ કરી પાંચ લાખની ખંડની માંગવાની ઘટના બની હતી. આ અંગે ડોક્ટરની ફરિયાદના આધારે ચોકબજાર પોલીસે ઠંગ ટોળકી પૈકી એક સાગરીતની ધરપકડ કરી છે.

મળતી માહિતી પ્રમાણે વેડરોડ ખાતે રહેતા જયદિપ (નામ બદલ્યું છે) હોમિયોપેથિક ડોક્ટર છે. મૂળ ભાવનગરના વતની 30 વર્ષીય જયદીપ હોમો સેક્સ્યુઅલ છે. ગત તા. 9નીએ સવારે મોબાઇલ એપ્લિકેશન થકી રાજુ નામના યુવકે તેમણે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. જે ફ્રેન્ડ રિક્વે્ટ એક્સેપ્ટ કર્યા બાદ મળવાના બહાને ડોક્ટરને સિંગણપોર બોલાવ્યા હતા.

અહીં રાજુએ ડો.જયદીપને મળ્યો હતો. બાદમાં બાતોમાં ભોળવી વિશ્વાસમાં લઇ ચા-નાસ્તો કરવાના બહાને રાજુ નામના યુવકે નજીક આવેલા પોતાના રૂમમાં લઇ ગયો હતો. અહીં ડોક્ટર પાસે રાજુએ મુખમૈથુન કરાવ્યું હતું. જોકે, રાજુના સાગરિતોએ રૂમની બારીમાંથી ડો.જયદીપનું મુખમૈથુનનો વીડિયો મોબાઇલમાં ઉતારી લીધો હતો.

આ અશ્લિલ વીડિયો થકી ટોળકીએ બ્લેકમેઇલિંગ શરૂ કર્યું હતું. પિતા-પત્ની સહિતના પરિવારજનોના મોબાઇલ નંબર લઇ તેઓને આ વીડિયો મોકલવાની ધણકી આપી ડોક્ટરને લાફો મારી લોખંડના પાઇપથી ફટકાર્યો હતો. ત્યારબાદ સમાધાન પેટે પાંચ લાખ રૂપિયા માંગ્યા હતા. ડોક્ટર પાસે આટલી મોટી રકમ પોતાની પાસે ન હોવાનું જણાવતા તેઓએ દમદાટી આપી સાંજ સુધીમાં 60 હજાર આપવાની વાત કરી ડોક્ટરને છોડી દીધો હતો.

ડોક્ટરે મિત્ર થકી ચોકબજાર પોલીસનો સંપર્ક કર્યોહ તો. જેથી પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે નાણાં આપવાના બહાને છટકું ગોઠવી ઠગ ટોળકીના સાગરિત કિરિટ હરિસંગ મોરી જે 26 વર્ષનો છે અને ત્રિવેણી સોસાયટી સિંગણપોર- મૂળ ધંધુકા, અમદાવાદનો રહેવાસી છે. પોલીસે કિરિટની ધરપકડ કરીને બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

(5:06 pm IST)
  • બનાસકાંઠા : ભૂસ્તર વિભાગનો સપાટો :પાલનપુર, અંબાજીમાં રોયલ્ટી ચોરી કરતા વાહનો ઝડપાયા: તમામ વાહનમાલિકો સામે દંડની કાર્યવાહી કરાઈ access_time 10:45 pm IST

  • સુપ્રીમ કોર્ટને મળશે 2 નવા જજ : કર્ણાટકના ચીફ જસ્ટિસ શ્રી દિનેશ મહેશ્વરી અને દિલ્હી હાઇકોર્ટના જજ શ્રી સંજીવ ખન્ના બનશે સુપ્રિમકોર્ટના જજ અને ભારતના ચીફ જસ્ટિસ શ્રી ધનંજય ચંદ્રચુડની નિવૃતી બાદ જસ્ટીસ સંજીવ ખન્ના બનશે સુપ્રીમ કોર્ટના નવા ચીફ જસ્ટીસ તેમ આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળે છે. access_time 1:48 am IST

  • કાશ્મીરમાં સેનાની મોટી સફળતા : બે આતંકીઓ ઠાર ;દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના કાટપુરા વિસ્તારમાં આતંકીઓ છૂપાયાંની માહિતી બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી :તલાસી અભિયાન ચલાવ્યું :માર્યા ગયેલા બે આતંકી પૈકી એક જીનત ઉલ ઇસ્લામ ઉપર 15 લાખનું ઇનામ હતું : અને કુખ્યાત આતંકી બુરહાન વાણીનો સાથીદાર હતો access_time 12:49 am IST