Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

‘હેલ્લારો’ ફિલ્મ વિવાદમાં સપડાઈ : જાતિવિષયક અપમાનજનક ડાયલોગ્સ મામલે અમદાવાદના નગરસેવિકાની પોલીસ ફરિયાદ

મ્યુનિ. કાઉન્સિલર જમનાબેન વેગડાએ ફિલ્મના નિર્માતા, નિર્દેશક, સંવાદ લેખક અને એડીટર સામે કાગડાપીઠ પોલીસમાં ફરિયાદ નોંધાવી.

 

અમદાવાદ :હેલ્લારોફિલ્મ વિવાદમાં સપડાઈ છે ફિલ્મમાં કથિત જાતિવિષયક અપમાનજનક ડાયલોગ્સ મામલે અમદાવાદના મહિલા મ્યુનિસિપલ કાઉન્સિલર જમનાબહેન સુરેશભાઈ વેગડાએ ફિલ્મના નિર્માતા, નિર્દેશક, સંવાદ લેખક અને એડીટર સામે કાગડાપીઠ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

  મ્યુનિ. કાઉન્સિલર જમનાબહેન વેગડાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તા. ૧૦ના રોજ પોતે મિત્રો સાથે હાલમાં રિલીઝ થયેલીહેલ્લારોફિલ્મ જોવા માટે કાંકરિયા બીગબજાર સામે થિએટરમાં ગયા હતા. ઈન્ટરવલના દસેક મિનિટ પછી એક ઢોલીના દ્રશ્યમાં સમાજની લાગણી દુભાય તે પ્રકારના ડાયલોગ્સ રજૂ કરવામાં આવ્યા છે. ફિલ્મથી જાતિની સમાજની લાગણી દુભાઈ હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

  ફરિયાદમાં જણાવાયું છે કે, સરકારે પ્રતિબંધીત કરેલા શબ્દપ્રયોગ કરી તિરસ્કાર કરી નીચું દેખાડવાના ઈરાદે જાતિનો સન્માન ભંગ થાય તેવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. હેલ્લારો ફિલ્મના દિગ્દર્શક અભિષેક શાહ, નિર્માતા આશિષ સી પટેલ, નિરવ સી. પટેલ, આયુષ પટેલ, મીત જાની, પ્રતિક ગુપ્તા, અભિષેક શાહ, સંવાદ લખનાર સૌમ્ય જોષી તથા એડીટર પ્રતિક ગુપ્તા અને અભિષેક શાહ વિરૂદ્ધ કાગડાપીઠ પોલીસે એટ્રોસિટી એખ્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(11:51 pm IST)