Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

અમદાવાદના ઐતિહાસિક એલિસ બ્રિજને નવા વાઘા પહેરાવવા તંત્ર સજ્જ : મરામતની કામગીરી શરૂ થશે

કોર્પોરેશન રીપોર્ટને આધારે ટેન્ડરિંગ પ્રક્રિયા કરીને બ્રિજનુ રીપેરીંગ કામ કરશે

અમદાવાદના ઐતિહાસિક એલિસ બ્રિજની મરામતની કામગીરી શરૂ કરવા કોર્પોરેશને ચક્રો ગતિમાન કર્યા છે  જૂનો એલિસબ્રિજ છે તે હાલ બંધ છે. આ બ્રિજ વોકવે માટે શરૂ કરવાનું કોર્પોરેશન વિચારી રહ્યું છે. સાથે સાથે નાનકડી આર્ટ ગેલેરી પણ ઊભી થાય તેવું આયોજન કરવાનું કોર્પોરેશન વિચારી રહ્યું છે.

   આ માટે કોર્પોરેશન કન્સલ્ટન્ટની નિમણૂક કરશે અને તેને 71 લાખ રૂપિયાની ફી ચૂકવશે. આ અંગે નું કામ સોમવારે મળેલી રોડ અને બિલ્ડીંગ કમિટીમાં મંજૂર કરવામાં આવ્યું છે. કન્સલ્ટન્ટ જે બ્રિજ છે તે બ્રિજનો જુદા જુદા પ્રકારનો ટેસ્ટ કરશે અને કયા કયા કામ કરવા જરૂરી છે તેનું એક રિપોર્ટ કોર્પોરેશનને આપશે

   કોર્પોરેશન રીપોર્ટને આધારે ટેન્ડરિંગ પ્રક્રિયા કરીને બ્રિજનુ રીપેરીંગ કામ કરશે અત્રે એ બાબત મહત્વની છે કે છેલ્લા કેટલાય વર્ષોથી મરામતની કામગીરી કરવાની વાત કરવામાં આવતી હતી. આખરે હવે તે અંગે કામગીરી શરૂ થશે તેવી આશા દેખાઈ રહી છે

 અત્રે ઉલેલ્ખનીય છયે કે આશીત વોરા મેયર હતા ત્યારે ભાજપ દ્વારા એલિસબ્રિજ તોડવાની દરખાસ્ત લાવવામાં આવી હતી. જેને લઈને ભારે હોબાળો થયો હતો આખરે ભાજપને નિર્ણય રદ કરવાની ફરજ પડી હતી.

(7:56 pm IST)