Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

કઠલાલમાં અગાઉના ઝઘડાની અદાવત રાખી મિત્ર પર જીવલેણ હુમલો થતા ચકચાર

કઠલાલ: શહેરમાં રહેતા એક ઇસમે તેના જ મિત્રને અગાઉના ઝઘડાની અદાવત રાખી જીવલેણ હુમલો કરતા નાનકડા ગામમાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટના બાબતે કઠલાલ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

કઠલાલ તાલુકાના ભાનેર ગામે રહેતા સ્વપ્નીલ લાલાભાઇ પરમારને થોડા સમય અગાઉ વિશાલ નવીનભાઇ ગોહેલ સાથે કોઇ બાબતે ઝઘડો થયો હતો. જે ઝઘડાની અદાવત રાખી ગત તા.૯ નવેમ્બરના રોજ સ્વપ્નીલે વિશાલને જાનથી મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો. પોતાના પ્લાન મુજબ સ્વપ્નીલ વિશાલને બહાર જઇને આવીયે છે, તેમ કહી બાઇક પર બેસાડી લઇગયો હતો, જે બાદ બંને અમદાવાદ-ઇન્દોર હાઇવે પર આવલે ઓવર બ્રિજ પર પહોચ્યા હતા. જ્યા વિશાલ કઇપણ સમજે તે પહેલા જ સ્વપ્નીલે ધારદાર છરા વડે તેના પર હુમલો કરી દીધો હતો. અને મોઢાના, પેટના ભાગે, ડાબા હાથ, બાવળાના ભાગે તેમજ કાંડા નજીક ઘા મારી ગંભીર રીતે ઘાયલ કરી દેવાયો હતો.

(6:02 pm IST)