Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

વડોદરાની સ્મીમેર હોસ્પિટલમાંથી રજા લઇ ઘરે જતી પરિણીતાની તબિયત લથડી: એસિડ ગટગટાવતા કરુણ મૃત્યુ

સુરત: શહેરની સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ સચીન જી.આઇ.ડી.સીમાં સમ્રાટ કોલોનીમાં રહેતી 30 વર્ષીય કવિતા રાહુલ મૌયા ગઇ તા.4-8-2019ના બપોરે ઘરમાં એસીડ પી જતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી.ત્યાં લાંબી સારવાર બાદ તેને રજા આપતા ઘરે આવી ગઇ હતી.

જોકે  તેને  છેલ્લા અઠવાડીયાથી જમવા સહિતની તકલીફ પડતી હતી.ગત સાંજે તેની તબિયત વધુ બગડતા સારવાર માટે  ફરી નવી સિવિલ બાદ સ્મીમેર હોસ્પિટલમા દાખલ કરાઇ હતી.

જયાં સારવાર દરમિયાન આજે સવારે તેનું મોત નીંપજયુ હતુ.તે મુળ ઉતરપ્રદેશના બદલાપુરની વતની હતી.તેને બે સંતાન છે.તેના પતિ રીક્ષા ચલાવે છે. આ અંગે સચીન જી.આઇ.ડી.સી પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:54 pm IST)