Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

જીટીયુના વધુ વિષયમાં નાપાસ હોય તેવા વિદ્યાર્થીને વધુ એક તક અપાશે

એરો સ્પેસની સ્થાપના માટે સૈદ્ધાંતિક મંજુરી, જીટીયુના ૨૦ હજાર વિદ્યાર્થીઓને ફાયદો

અમદાવાદ તા ૧૧  : (ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી) ના ડીપ્લોમા-ડિગ્રી ઇજનેરી, ફાર્મસી, એમબીએ, અને એમસીએ શાખાના નાપાસ વિદ્યાર્થીઓને પાસ થવા માટે વધુ એક તક આપવાનો નિર્ણય જીટીયુ બેઠકમાં લેવાતાં ૨૦ હજાર વિદ્યાર્થીઓને રાહત મળશે. તાજેતરમાં જીટીયુ બોર્ડની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત સેન્ટર ફોર એકસેલન્સ ફોર એરો સ્પેસની સ્થાપના માટે પણ સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે.

જીટીયુના જે વિદ્યાર્થીઓની ટર્મ પુરી થઇ ગઇ છે તેવા નાપાસ વિદ્યાર્થીઓને પરીક્ષાની વધુ એક તક અપાશે. પરીક્ષાની તારીખ આગામી સપ્તાહે જાહેર કરી દેવાશે. નિયમ મુજબ ડિગ્રી ઇજનેરી અને ડિગ્રી ફાર્મસીના જે વિદ્યાથીએ તેના કોર્સના ચાર વર્ષ પુરા થયા પછી એટલે કે ટર્મ પુરી થતાં સુધીમાં એક કે તેથી વધુ વિષયમાં નાપાસ થયો હોય, એમબીએ કે એમસીમાં બે વર્ષ પુરા કર્યા પછીથી યુજીસીના નિયમ મુજબ વધુ બે વર્ષ પૂરા થયા પછી એક કે તેથી વધુ વિષયમાં નાપાસ હોય, ડિપ્લોમાં ઇજનેરીમાં પણ ટર્મ પુરી થતાં સુધીમાંએક કે તેથી વધુ વિષયમાં નાપાસ વિદ્યાર્થીને પરીક્ષાની વધુ એક તક અપાશે.

તેનાથી જીટીયુના ૨૦ હજાર વિદ્યાર્થીઓને ફાયદો થશે, સાથે સાથે રાફેલ ફાઇટર પ્લેન બનાવતી ફ્રાન્સની કંપની દાસીલ્ટ દ્વારા ગુજરાતમાં સોૈપ્રથમ વખત ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ખાતે ' સેન્ટર ઓફ એકસેલન્સ' સ્થાપવામાં આવશે. કંપની દ્વારા આ સેન્ટરમાં સ્પેસ એન્જિનીયરીંગ, શિપ બિલ્ડિંગ, રોડ કન્સ્ટ્રકશન અને કાર મેકિંગ વિષય પર તાલીમ આપી વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રી માટે તૈયાર કરાશે. આ ચાંદખેડા અથવા તો લોકાવાડા ખાતે સેન્ટર સ્થપાશે. દાસોલ્ટ કંપની દ્વારા ભારતમાં તેલંગણાના હૈદ્રાબાદ ખાતે અને કર્ણાટકના બેંગલુરુ ખાતે સેન્ટર ઓફ એકસેલન્સ છે.

ત્યારબાદ ત્રીજુ સેન્ટર ગુજરાતમાં અમદાવાદ ખાતે સ્થપાશે. જીટીયુની બોર્ડ ઓફ ગવર્નનન્સની બેઠકમાં દાસોલ્ટ તરફથી મળેલી દરખાસ્તની જાહેરાત કરવામાં આવી છે.

(3:31 pm IST)