Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

મહુધા તાલુકાના ભુમસ નજીક જુદા જુદા વિસ્તારમાં ધમધમતા જુગારધામ પર પોલીસ ત્રાટકી: 8 પત્તાપ્રેમીઓની રંગે હાથે ધરપકડ: ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી

મહુધા :તાલુકાના ભુમસ ગામમાં આવેલ ધર્મશાળા પાછળ ખુલ્લી જગ્યામાં મહુધા પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો. જેથી જુગારીઓમાં નાસભાગ મચી હતી. જો કે પોલીસે સ્થળ પરથી પત્તાપાનાનો જુગાર રમતાં ં બિપીનચંદ્ર રમેશભાઈ પરમાર, સુરેશભાઈ શનાભાઈ પરમાર, યુનીસઅલી વજીરઅલી શેખ, હસમુખભાઈ ચંદુભાઈ પરમાર, સિરાજખાન યુસુબખાન પઠાણ, શૈલેષભાઈ ચંદુભાઈ પરમાર અને ભગવતભાઈ ઉર્ફે બોડો બાબુભાઈ પરમારને ઝડપી પાડ્યા હતા. તેઓની અંગજડતીમાંથી રૂ.૧૦૨૦, દાવ પરથી રૂ.૧૭૩૦ તેમજ એક મોબાઈલ ફોન કિંમત રૂ.૩૦૦ મળી કુલ રૂ.૩૦૫૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જે પોલીસે જપ્ત કરી પકડાયેલા સાતેય જુગારીઓ વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા બનાવમાં કઠલાલમાં અમરનાથ કોમ્પલેક્ષ પાછળ દરોડો પાડીને વરલી મટકાના જુગારના આંકડા લખનાર સરફરાજભાઈ શબ્બીરભાઈ વ્હોરા (રહે.વ્હોરવાડ, કઠલાલ)ને રૂ.૪૮૦ ની મત્તા સાથે ઝડપી પાડ્યો હતો.

(5:56 pm IST)
  • લાખો- કરોડોના હેરોઇન સાથે ત્રણ ઝડપાયા : દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે મણીપુરથી ઝારખંડના નકસલ ઇલાકામાં થઇને આવતા ૧૦ કિલો હેરોઇન સાથે ત્રણ સંદીગ્ઘ આરોપીઓને ઝડપી લીધા access_time 3:20 pm IST

  • ગોલ્ડમેન સેકના વા-પ્રેસીડેન્ટની ધરપકડ : ૩૮ કરોડ ચાંઉ કરી જવાનો આરોપઃ ઓનલાઇન પોકર રમવાની ટેવને કારણે દેવું થઇ ગયું હતું. બેંકોને ચુકવી શકયો નથી access_time 4:14 pm IST

  • કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારની પુત્રી ઐશ્ચર્યાની મુશ્કેલી વધી : પૂછપરછ માટે ઇડીએ નોટિસ ફટકારી : કોંગ્રેસ વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય ડીકે શિવકુમારને અગાઉ ઇડીએ નોટિસ ફટકાર્યા બાદ હવે તેની પુત્રીને પણ પૂછપરછ માટે નોટિસ access_time 1:05 am IST