Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

બે એન્ટ્રી ઓપરેટરોના ઘરેથી ૧૦ કરોડ કબજે

અમદાવાદમાં આઈટીની કાર્યવાહી

અમદાવાદ, તા. ૧૧: અમદાવાદ શહેરમાં ઇન્કમટેક્સ વિભાગે આજે છથી વધુ સ્થળોએ એક સાથે કાર્યવાહી હાથ ધરી હતી. આ ગાળા દરમિયાન ૧૦ કરોડથી વધુની રોકડ રકમ જપ્ત કરી હતી. શહેરના બે મોટા જાણિતા એન્ટ્રી ઓપરેટરોને ત્યાં આઈટીના દરોડા પાડવામાં આવ્યા હતા. શહેરી ઓપરેટરોના નામ જિગ્નેશ શાહ અને સંજય શાહ તરીકે ખુલ્યા છે. આ બંનેના આવાસ ઉપર મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આવકવેરા વિભાગના અધિકારીઓ પાસેથી વધુ વિગતો મળી શકી નથી પરંતુ ૧૦ કરોડ જેટલી રોકડ મળી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલામાં કેટલીક ચોંકાવનારી વિગતો પણ ખુલી શકે છે. બંને લોકો શહેરમાં અનેક લોકો પાસેથી એન્ટ્રી લેતા હોવાનું જાણવા મળ્યું છે. શેરબજારમાં પણ તેમના કનેક્શન હોઈ શકે છે.

(10:05 pm IST)