Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

ગાંધીજી સાથેના બે પ્રસંગોએ ઈતિહાસ બદલ્યોઃ રંગભેદ- અસ્પૃશ્યતા નિવારવા પાયો નખાયેલ

મોહનદાસ કરમચંદ ગાંધી સાથે બનેલ ૧૯૦૬ અને ૧૯૧૫ની ૯/૧૧ની બે ઘટનાથી નવી દિશા પંકાઈ

અમદાવાદ, તા.૧૧ : સોમવાર ૧૧ સપ્ટેમ્બર, ૨૦૧૧નો દિવસ. અમેરિકાનેનીં જગત આખાને હચમાચવતી, હિંસાના તાંડવની ઘટનાના, સંહાર દિવસ તરીકે જાણીતો થયો છે. પણ આપણે એ 'નાઈન ઈલેવન' સામે મોહનદાસ કરમચંદ ગાંધીના બે 'નાઈન ઈલેવન'  દિવસો દુનિયામાં પ્રવર્તતા રંગભેદ અને જ્ઞાાતિ-કોમના નામે 'માનવભેદ'ની સાંકળને તોડવાના પ્રસંગો નિમિત્તે ૧૧મી સપ્ટેમ્બરને યાદ કરવી જોઈએ.

દક્ષિણ આફ્રિકાના વસવાટ દરમિયાન ૧૧ સપ્ટેમ્બર ૧૯૦૬ના રોજ રંગભેદ સામેના સંઘર્ષ-સત્યાગ્રહનો દિવસ હતો તો ૧૧ સપ્ટેમ્બર ૧૯૧૫નો દિવસ અમદાવાદના કોચરબ આશ્રમમાં દૂદાભાઈ, દાનીબહેન અને તેમની નાની દીકરી લક્ષ્મીના પરિવારને સ્થાન આપીને અસ્પૃશ્યતા વિરૂદ્ઘની લાંબાગાળાની લડાઈનો હતો. આ બન્ને પ્રસંગો દુનિયા અને ભારતની તત્કાલિન પરિસ્થિતિમાં શકવર્તી ફેરફાર લાવનારા દિવસો હતા.

બેરીસ્ટર તરીકે ૧૮૯૩માં વકીલાત માટે દક્ષિણ આફ્રિકા ગયેલ  એમ. કે. ગાંધીને ૭ જ દિવસમાં કડવો અનુભવ થયો. ૩૧ મે, ૧૮૯૩ના રોજ પીટર મેરિત્સબર્ગ રેલવે સ્ટેશને પ્રથમ વર્ગની ટિકિટ હોવા છતાં તેમને ટ્રેનમાંથી ધક્કો મારીને ઉતારી દેવામાં આવ્યા. આ ધક્કાને કારણે ગાંધીજીએ રંગભેદનાઅન્યાય સામે લોકોને સંગઠિત કર્યા. 'સત્યાગ્રા'નો ખરો પ્રારંભ તો સપ્ટેમ્બર ૯, ૧૯૦૬ના રોજ થયો હતો.

ગાંધીજીની હાકલ પર જોહાનિસબર્ગની નાટકશાળામાં ટ્રાન્સવાલના જુદાજુદા શહેરોમાંથી પ્રતિનિધિઓએકઠા થયા હતા, જેમને ગાંધીજીએફરજિયાત નોંધણીના કાયદાને તાબે ન થવાની અને એમ કરવા માટે જે સજા થશે તે સહન કરવાની પ્રતિજ્ઞાા લેવડાવી. સત્યાગ્રહનો રણટંકાર થયો અને જગતનો ઇતિહાસ બદલાઇ ગયો.

આ ઘટનાના ૯ વર્ષ પછી ૧૯૧૫માં ગાંધીજી સ્વદેશ પરત ફર્યા ત્યારે તેમના મનમાં આગામી કાર્યયોજના સ્પષ્ટ હતી. તેમણે૨૦મે,૧૯૧૫ના રોજ 'સત્યાગ્રહ આશ્રમ' નુ ંવાસ્તુ કરીને અમદાવાદને કર્મભૂમિ  બનાવી. આશ્રમ શરૂ થયાનેચારેક મહિના થયા હતા અને સપ્ટેમ્બરની ૧૧મીએ ગાંધીજીએ ઠક્કરબાપાની ભલામણથી દૂદાભાઇ દાફડાને આશ્રમમાં પ્રવેશ આપતા આશ્રમમાં અને બહાર ખળભળાટ મચી ગયો. આ અંગે ગાંધીજીએ પોતાનીડાયરીમાં૧૧-૯-૧૯૧૫ના રોજ લખ્યું, 'દુદાભાઈ મુંબઈથી આવ્યા. મહા કંકાસ પેદા થયો. સંતો કે ન ખાધું તેથી મેં પણ ન ખાધું. વ્રજલાલે બીડી પીધી તેથી અપવાસ શરૂ કર્યો.'

૯/૧૧ના રોજ આશ્રમવાસીઓના પ્રતિકારનો પ્રતિસાદ ગાંધીજીએ ઉપવાસ દ્વારા આપ્યો. આ તેમનો હિંદમાં બીજો ઉપવાસ હતો. દૂદાભાઇના આશ્રમ પ્રવેશના વિરોધરૂપે બાજુના કોસવાળાએપાણી આપવાનો ઇનકાર કર્યો, તો દાતાઓ દ્વારા પૈસાની મદદ બંધ થઇ. આ ઘટના અંગે ગાંધીજીએ આત્મકથામાં નોંધ્યું છે, 'જો આપણો બહિષ્કાર થાય ને આપણી પાસે કશી મદદ ન રહે તા ેયે આપણે હવે અમદાવાદ નહીં છોડીએ. અંત્યજવાડામાં જઈને તેમની સાથે રહીશું, ને જે કંઇ મળી રહેશે તેની ઉપર અથવા મજૂરી કરીને નિર્વાહ કરીશું.'

વિપરીત સંજોગો સર્જાતાં સત્યાગ્રહ આશ્રમ બંધ થવાને આરે હતો, ત્યારે અચનાક મિલમાલિક શેઠ અંબાલાલ સારાભાઇ મદદે આવ્યા. એ જમાનામાંમાતબર ગણાતા રૂ. ૧૩,૦૦૦/- આપીને ગાંધીજીને તેમણે મૂંઝવણમાંથી બચાવ્યા. ગાંધીજીની દ્રઢતાને કારણે કસ્તૂરબા સહિત આશ્રમવાસીઓએ દૂદાભાઇના કુટુંબને અપનાવવા પડયા. ગાંધીજીએ ફરીથી રણશિંગુંફૂંકિયું  અને આશ્રમની બાજુમાં આવેલા કોચરબ ગામમાં 'અંત્યજ રાત્રિશાળા' શરૂ કરી.

ગાંધીયુગને સમજવા માટે આ બંને ઘટનાઓ અત્યંત મહત્ત્વની છે. આ ઘટનાઓ જ ત્યારપછીના હિંદના રાજકારણ, સમાજકારણ અને અર્થકારણના નોંધપાત્ર પરિવર્તનને સમજવાનું પરિમાણ પૂરું પાડે છે. એમ ઈતિહાસ લેખક, સંશોધક ડો. રિઝવાન કાદરી કહે છે તે સર્વથા ઉચિત છે.

(4:09 pm IST)