Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

ડોન દાઉદ ઇબ્રાહિમનો કોલ ટ્રેસ કરનાર મહેસાણાનો હેકર ઝડપાયો:હેકિંગનો બેતાજ બાદશાહ પોલીસના સકંજામાં

મહેસાણા: ઇન્ટરનેટની દુનિયામાં હેકર તરીકે જાણીતો  મહેસાણાનો એક હેકર પોલીસના સકંજા આવ્યો છે. આ હેકર પોતાની આ કળાથી ગમે તેવી વેબસાઈટને પણ હેક કરી શકતો હતો. પણ તેણે પોતાના જ્ઞાનને ગેરમાર્ગે વાપર્યું અને હેકર માંથી ચીટર બની ગયો હતો .

  એક સમયે દાઉદ ઇબ્રાહિમનો કોલ ટ્રેસ કરીને તેને દાવો કર્યો હતો કે કેટલાક રાજકીય નેતાઓ દાઉદ સાથે સતત સંપર્કમાં છે. આવો ઘટસ્ફોટ કર્યા બાદ કેટલાક રાજકીય નેતાઓની ઉંઘ તેણે ઉડાવી દીધી હતી. આટલો માસ્ટર માઇન્ડ હેકરને આખરે મહેસાણા પોલીસે ચીટીંગના કેસમાં જેલના સળીયા ગણતો કરી દીધો છે.

(12:56 pm IST)