Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

અંબાજીમાં 19 સપ્ટે.થી ભાદરવી પૂનમ મેળો શરુ :7 દિવસીય મેળામાં 30 લાખ પદયાત્રીઓ ઉમટી પડવાની ધારણા : પદયાત્રીઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટેની કવાયત શરૂ

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં 19 સપ્ટે.ભાદરવી પુનમથી મેળો શરુ થશે.જેમાં શ્રધ્ધાભેર પગપાળા ચાલીને આવનારા 30 લાખ જેટલા યાત્રાળુઓને કોઈ પણ જાતની તકલીફ પડે તે માટે ની કવાયત તંત્રએ શરૂ કરી દીધી હોવાનું જાણવા મળે છે.

બનાસકાંઠાનાં પવિત્ર યાત્રાધામ અને 51 શક્તિ પીઠોમાનું એક એવા   અંબાજી ખાતે આગામી 19 સપ્ટેમ્બરે સપ્ત દિવસીય મહાકુંભ મેલો યોજાઈ રહ્યો છે, જેમા અંબાજી ખાતે અત્યારથી અંબેના જયજયકાર અને કુમ કુમ ગુલાલની છોળો વચ્ચે અલૌકિક ભક્તિમય માહોલમાં જગતજનની જગદંબાના મંદિર પર ધજાઓ ચડાવાનો પ્રારંભ કરાયો હતો. જેથી અરવલ્લીની ગીરિમાળાઓ ‘બોલ મારી અંબે જય જય અંબે’ ના નાદથી ગુંજી ઊઠી હતી. હાલથી અહીં આવતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

 અંબાજીમાં 20 જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે જેમાં જિલ્લાના મુખ્ય અધિકારીના અધ્યક્ષપદ હેઠળ એક્શન પ્લાન મુજબની કામગીરીની વહેંચણી કરવામાં આવી છે. અંબાજી મેળા નું  વેબકાસ્ટિંગથઇ રહ્યું છે, ત્યારે વિશ્વના કોઈ પણ ખૂણેથી ભાવિક મહામેળાનાં જીવંત દર્શ્યો જોઈ શકશે અને તે રીતે મેળાની મજામાણી  શકશે.

એટલુજ નહીં જે સપ્તદિવસીય મહાકુંભ મેળો યોજાઈ રહ્યો છે. જેમા આજે સમગ્ર મેળા દરમ્યાન યાત્રિકો અને દૂર-દૂર થી આવતા પુનમિયા સંઘોની યાત્રામાં કોઈ વિઘ્ન ના આવે તે માટે વહીવટી તંત્રે એકસન પ્લાન ધડી તૈયારીઓ પૂર્ણ કરેલ છે. નિશુલ્ક ભોજન /રાત્રિ વિસામા માટે સામીયાણા પાણી તેમજ દર્શન ની યોગ્ય વ્યવસ્થા વહીવટી તંત્રે કરી હોવાનું અંબાજી મંદિર ટ્રસ્ટ ચેરમેન અને બનાસકાંઠા કલેકટરે સમાચાર સૂત્રોને જણાવ્યું હતું.

(11:26 am IST)