Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

ગાંધીનગરમાં સીએમ ઓફિસમાં બેઠક યોજાઈ :રાજકીય પરિસ્થતિ, કાયદો વ્યવસ્થા અને વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી મુદ્દે ચર્ચા

મુખ્યમંત્રી,ઉર્જામંત્રી અને ગૃહરાજ્યમંત્રી વચ્ચે બેઠક મળી :વિવિધ કાર્યક્રમો અંગે ચર્ચા કરાઈ

ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજયભાઈ  રૂપાણી, ઉર્જા પ્રધાન સૌરભ પટેલ તથા ગૃહરાજય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા વચ્ચે બેઠક મળી હતી. સીએમ ઓફિસમાં મળેલી આ બેઠકમાં રાજયની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અને કોંગ્રેસના ભારત બંધમાં કાયદો વ્યવસ્થા અંગે ચર્ચા થઈ હતી. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની એક સપ્તાહ સુધી ઉજવણી કરવા અંગે પણ ચર્ચા થઈ હતી.

સરકાર અને ભાજપ સંગઠન વચ્ચે પીએમ મોદીના જન્મદિવસની ઉજવણીને લઈને કાર્યકમ માટે ચર્ચા કરવામાં આવી. જેમાં સ્વચ્છતા, આરોગ્ય સહિત વિવિધ કાર્યક્રમોની એક સપ્તાહ સુધી ઉજવણી કરવા ચર્ચા થઈ હોવાનું જણાયું છે. તો આ મુદ્દે વધુ ચર્ચા કેબીનેટની બેઠકમાં થઈ શકે છે.

(11:06 pm IST)