Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

આણંદમાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ :સ્કૂલો ચાલુ :દુકાનો-પેટ્રોલ પમ્પો બંધ

ઉમરેઠ અને ડભોઇમાં બંધની અસર નહિવત :દુકાનો ખુલ્લી બાદમાં બંધ કરાવાઈ

આણંદમાં બંધનો મિશ્ર પ્રતિસાદ મળ્યો. સ્કૂલો રાબેતા મુજબ ચાલુ રહી. જોકે જિલ્લા પંચાયત પ્રમુખ સહિત કાર્યકરોએ દુકાનો અને પેટ્રોલ પમ્પો સહિત મુખ્ય બજારો બંધ કરાવ્યા હતા. જ્યારે કે આણંદના જિલ્લાના ઉમરેઠ શહેરમાં બંધના એલાનની કોઈ અસર જોવા નથી મળી.

ડભોઇમાં બંધની અસર ન જોવા મળી. દુકાનો સવારથી ખુલ્લી દેખાઇ રહી હતી.જોકે થોડા સમય બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓ બંધ કરાવવા નીકળી પડયા હતા. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓને જોઇને લોકો સમસ્યા ઉભી ના થાય તેથી દુકાનદારોએ દુકાનો બંધ કરી હતી.

ડેસર સહિત તાલુકામાં બંધની અસર જરા પણ વર્તાતી ન હતી.બજારો સહિત શાળા કોલેજો તથા બજારો સહિત લારી ગલ્લા પણ ચાલુ જોવા મળ્યા હતા.

(11:08 pm IST)