Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

છોટાઉદેપુરમાં 14 વર્ષના સગીર સાથે ત્રણ શખ્સોએ કર્યું સૃષ્ટિ વિરૂઘ્ધનું કૃત્ય

એક મહિનાથી માસુમને હવસનો શિકાર બનાવવા સુમસામ જગ્યાએ લઇ જતા

 

છોટાઉદેપુરમાં 14 વર્ષના સગીર સાથે ત્રણ શખ્સોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાની ફરિયાદ કરાતા પોલીસે ગુનોં નોંધીને વધારે તપાસ હાથ ધરી હતી.

   મળતી માહિતી મુજબ છોટાઉદેપુરમાં 14 વર્ષના બાળક સાથે ત્રણ શખ્સોએ છેલ્લા એક મહિનામાં ત્રણવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાની ઘટના સામે આવી છે. ત્રણ શખ્સોએ માસૂમ બાળકનો પોતાનો હવસનો શઇકાર બનાવ્યાની ઘટનાની ફરિયાદ પોલીસ મથકે નોંધવામાં આવી હતી.
   બાળકના પિતાએ પોલીસ મથકમાં પ્રહલાદભાઈ અને અન્ય બે વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ પ્રમાણે ત્રણે શખ્સોએ પીડિત બાળકને છેલ્લા એક મહિનામાં ત્રણ વખત સુમસામ જગ્યાએ લઇ જઇને અપ્રાકૃતિક દુષ્કર્મ આચર્યું હતું.

સુત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી પીડિત બાળક આરોપીઓના ત્રાસથી ગુમસુમ રહેતો હતો અને અંદરોઅંદર મૂંઝવાતો હતો. આખરે પોતાના પિતાને સમગ્ર હકીકતની જાણ કરી હતી. ત્યારે પિતાના પગ તળિયેથી જમીન સરકી ગઈ હતી.


અત્યારે પોલીસે ipc 377, 114 , 506(2), પોકસો એક્ટ 4,6,8,10 મુજબ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(11:28 pm IST)