Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

શેરડી પકવતા SC, ST ખેડૂતો માટે ૩૦ કરોડના ફંડની જોગવાઈ

 

અમદાવાદ :શેરડી પકવતા અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતો માટે રાજ્ય સરકારએ નિર્ણય કર્યો છે. સુગર મિલો ગુણવત્તા સાથે પુરવઠો મળી રહે અને શેરડીના નામે થતી કાળા બજારી બંધ થઈ શકે જેથી ખેડૂતોને મહત્તમ ભાવ મળી રહે. શેરડી પકવતા SC, ST ખેડૂતો માટે ૩૦ કરોડના ફંડની જોગવાઈ કરાઇ છે. જેમાં ૨૪ કરોડ અનુસૂચિત જનજાતિ માટે અને ૬ કરોડ અનુસૂચિત જાતિ માટે નક્કી કરાયું છે.

  સરકારની ખાંડ ઉદ્યોગ માટેની નીતિથી નાના અને સીમંત ખેડૂતોને આર્થિક ભારણ લાગતું હતું નાના ખેડૂતોને રીઝવવા માટે હવે સુગર મિલો પણ ખાંડ ઉદ્યોગ ટકાવી રાખવા અને પુરવઠો જાળવી રાખવા પ્રયાસો શરું કરી રહ્યા છે

    દક્ષિણ ગુજરાતની સુગર મિલોમાં  મઢી સુગરે ખેતીવાડીના અધિકારીઓ, ઝોન સુપર વાઇઝર સાથે તાકીદની બેઠક બોલાવી હતી.મઢી સુગરના પોતાના વિસ્તારના ૫૩૪ જેટલા ગામો માં કામગીરી શરૂ કરી દેવાય છે. .

(11:12 pm IST)