Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

નાની કડીની બોયઝ હોસ્ટેલમાં ખુલ્લેઆમ તલવારો- ધોકા ઉડ્યા:આઠ લોકો સામે ફરિયાદ: બે ની ધરપકડ

ઘાયલ જીએસ ઋત્વિજ હોસ્પિટલમાં :ખલેલ પહોંચાડતા હોવાને કારણે ઠપકો આપ્યા બાદ સમાધાન માટે બોલાવી આઠ લોકો તૂટી પડ્યા

મહેસાણાની નાની કડીની બોયઝ હોસ્ટેલમાં તલવારો અને  ધોકા ઉડ્યા હતા વિદ્યાર્થીઓ બાખડયા હતા આ સમગ્ર ઘટનામાં સીસીટીવીમાં કેદ થઇ છે. જેમાં એક વિદ્યાર્થી હોસ્પટિલના બિછાને પહોંચી ગયો છે.હોસ્પિટલના બિછાને પડેલો ઋત્વિજ જે મહેસાણાના કડીની નાની કડીની હોસ્ટેલમાં જીએસ છે. જેથી તેણે આ હોસ્ટેલમાં  આવતા અને અન્ય વિદ્યાર્થીઓને ખલેલ પહોંચાડતા ભાર્ગવ અને મિતરાજસિંહ નામના સ્ટુડન્ટને ઠપકો આપ્યો હતો.

  જે અંગેની વેરઝેરની ભાવના રાખીને કુલ 8 શખ્સે ઋત્વિજને સમાધાન માટે બોલાવીને બાદમાં ધોકા અને તલવાર વડે હુમલો કરી નાખ્યો. સીસીટીવીમાં કેદ થયેલી આ ઘટનામાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે પહેલા ઋત્વિજને ઘેરો વળીને 8 જેટલા શખ્સોએ પહેલા વાચચીત કરી ત્યાર બાદ ધોકા અને તલવાર વડે એકબીજા પર તૂટી પડયા.

આ સમગ્ર ઘટનામાં પોલીસે કુલ 8 શખ્સો સામે ગુનો નોંધીને 2 શખ્સોની ધરપકડ કરી છે.. વિદ્યાર્થી જીવન એ જીવનના ઘડતરનો સમય હોય છે. આ સમયે વિદ્યાર્થીઓ હાથમાં ધોકા અને તલવાર લઇને ફરે તે આગળ જતા કેવા ભવિષ્યનું સર્જન કરે આ સવાલ ગંભીર છે.

(9:40 pm IST)