Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

અમદાવાદમાં ૩ દિવસ હળવા ઝાપટા પડવા માટેની આગાહી

ગુજરાતમાં પણ હળવા વરસાદી ઝાપટા જારી રહેશેઃ અપેક્ષા કરતા અમદાવાદ-રાજ્યના અનેક ભાગોમાં ઓછા વરસાદથી ચિંતાઃ અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૪.૬

અમદાવાદ, તા.૧૧: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી છાંટા પડ્યા હોવાના અહેવાલ મળ્યા છે. બીજી બાજુ સામાન્ય રીતે વરસાદમાં ફરી એકવાર બ્રેકની સ્થિતિ મુકાઈ છે. અમદાવાદ શહેરમાં પણ વરસાદમાં બ્રેકની સ્થિતિ રહી છે. વાદળછાયું વાતાવરણ વચ્ચે આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૪.૬ અને લઘુત્તમ તાપમાન ૨૬.૫ ડિગ્રી રહ્યું હતું. અમદાવાદ સહિત રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં મધ્યમથી હળવા વરસાદી ઝાપટા પડવાની આગાહી તંત્ર દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, દીવ-દમણ, દાદરાનગર હવેલીમાં તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. બીજી બાજુ અમદાવાદ શહેરમાં પણ હળવો વરસાદ આગામી દિવસોમાં થઈ શકે છે. આગામી ત્રણ દિવસ સુધી વરસાદી ઝાપટા પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આઈએમડી ગુજરાતના કહેવા મુજબ શુક્રવારના દિવસે જોરદાર વરસાદ શહેરના કેટલાક ભાગોમાં થયા બાદ હજુ પણ વધુ વરસાદની આશા દેખાઈ રહી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ તથા કચ્છમાં પણ કેટલીક જગ્યાઓએ હળવો વરસાદ થઈ રહ્યો છે. રાજ્યભરમાં ભારે વરસાદ માટેની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી. દક્ષિણ ગુજરાત પ્રદેશ ઉપર અપય એયર સાઈક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ પ્રવર્તી રહી છે. હળવાથી મધ્ય વરસાદી ઝાપટા ગુજરાત ક્ષેત્રમાં જારી રહી શકે છે. ગુજરાતના ઘણા ભાગોમાં હજુ પણ ખુબ ઓછો વરસાદ થયો છે. હજુ સુધી સૌથી માઠી અસર જે જિલ્લાઓમાં થઇ છે જેમાં કચ્છ અને અમદાવાદનો સમાવેશ થાય છે. રાજ્યમાં ૧૯ ટકા ઓછો વરસાદ હજુ સુધી નોંધાયો છે. ૪૪૧ મીમી વરસાદની સામે ૩૩૬મીમી વરસાદ ગુજરાતમાં પડ્યો છે.

હવામાન વિભાગ તરફથી જે આંકડા આપવામાં આવ્યા છે તે મુજબ સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં કચ્છ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણનો સમાવેશ થાય છે. કચ્છમાં ૭૮ ટકા ઓછો વરસાદ જ્યારે ગાંધીનગરમાં ૭૦ ટકા ઓછો વરસાદ, સુરેન્દ્રનગરમાં ૬૬ ટકા ઓછો વરસાદ અને અમદાવાદમાં ૬૨ ટકા ઓછો વરસાદ નોંધાયો છે. અમદાવાદની વાત કરવામાં આવે તો ૩૬૯મીમીની સામે હજુ સુધી ૧૪૧મીમી વરસાદ થયો છે એટલે કે પાંચ ઇંચથી આસપાસ વરસાદ નોંધાયો છે. ૬૨ ટકા ઓછો વરસાદ થયો છે.

(8:41 pm IST)
  • મધ્યપ્રદેશમાં તમામ મદ્રેસામાં 15મી ઓગસ્ટે ત્રિરંગો લહેરાવવા અને ત્રિરંગા યાત્રા કાઢવા આદેશ : મદ્રેસા બોર્ડના અધ્યક્ષ સૈય્યદ ઇમાદુદીનના આદેશથી વિવાદ છેડાયો : પોતાના આદેશમાં સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા અને તે તમામની તસ્વીર ઇમેલમાં મોકલાવવા પણ કહ્યું : કોંગ્રેસે કર્યો વિરોધ access_time 1:18 am IST

  • અમદાવાદમાં NCBએ CTM વિસ્તારમાંથી 1.5 કરોડનું કોકેઇન ડ્રગ્સ ઝડપ્યું :273 ગ્રામ કોકેઈન સાથે નાઇઝીરિયન શખ્સની ધરપકડ:ડ્રગ્સ મુંબઈથી અમદાવાદ વેચવા લાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું access_time 7:32 pm IST

  • મોરબી રોડ ચેકપોસ્ટ પાસે ડમ્પરે એકટીવાને ઠોકર મારતા દેરાણી-જેઠાણીના મોત: બી-ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ખોડુભા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો access_time 4:35 pm IST