Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

શનિવારી અમાસ, દિવાસો અને દસમાના વ્રતના પ્રારંભે વડોદરાના ડભોઇ તાલુકાના નર્મદા નદી કિનારે કુબેરેશ્વર મહાદેવના મંદિરે ભાવિકો ઉમટ્યા

ફોટોઃ vlcsnap-2018-08-11-12h16m52s918

વડોદરાઃ વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં નર્મદા નદીના કાઠે આવેલ કુબેરેશ્વર મહાદેવના દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. આજે શનિવારે અમાસ, દિવાસો અને દશામાના નવરાત્રીનો ત્રિવેણી સંગમ રચાયો છે.

પાવન અવસરે દાદાના દર્શનની એક ઝલક માટે ભક્તો કાલે મોડી રાતથી લાઇનમાં ઉભા હતાં. શ્રાવણ માસ શરૂ થયો હોય તે અમાસ વ્યતિપાત યોગ ગણાય છે. જેમાં દાન પુણ્ય અને પૂજા પાઠનું વિશેષ મહત્વ હોય છે.

આજે વ્યતિપાત યોગના દર્શનનું વિશેષ મહત્વ છે.

નર્મદાને કાંઠે આવેલા કુબેર ભંડારીમાં અમાસ ભરવા લોકો દૂર દૂરથી આવતાં હોય છે. ત્યાં નર્મદા કિનારે નાહવાનું મહત્વ પણ વિશેષ માનવામાં આવે છે.

આજે અહીં કાળા તલ અને નર્મદા જળથી અભિષેક કરવાનો મહિમા છે. હજારોની સંખ્યામાં આજે ભક્તો દર્શને આવ્યાં છે.

(5:33 pm IST)