Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

કોસ્ટગાર્ડ ડિપાર્ટમેન્ટે સ્ટાઇલીશ ઓફિસર ત્યાગી ઉપર શિસ્તભંગના ૧૩ આરોપો મુક્યાઃ ઉપરી અધિકારીઓ સામે અયોગ્ય રીતે સનગ્લાસીસ પકડીને હાથ હલાવતા સર્વિસની પરંપરાનો ઉલ્લંઘનનો આક્ષેપઃ જો કે હાઇકોર્ટે રાહત આપી

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે શુક્રવારેસ્ટાઈલિશ કોસ્ટ ગાર્ડ ઓફિસરને સંભળાવાયેલી 1 મહિનાની જેલની સજા અને નોકરીમાંથી કાઢી મૂકવાનો ઓર્ડર રદ કર્યો છે. સ્ટાઈલિશ ઓફિસર પર ફોટો ID કરતાં અલગ પ્રકારે મૂછનો શેપ રાખવા અને ઉપરી અધિકારીઓને ગોગલ્સ પહેરીને હાથ હલાવવા સહિતના ચાર્જિસ લગાવી કોર્ટ માર્શલ કરાયો હતો. કેસ 24 વર્ષથી ફોર્સિસમાં કામ કરતા પ્રધાન સહાયક એન્જિનિયર રાજેશ ત્યાગીનો છે.

ગયા વર્ષે ત્યાગી સામે શિસ્તભંગના આરોપો લગાવીને તેને એક મહિનાની જેલની સજા આપી હતી. સાથે નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. ડિપાર્ટમેન્ટે ત્યાગી પર શિસ્તભંગના 13 આરોપો મૂક્યા હતા. ત્યાગી પર આરોપ હતો કે, તે તેના ઉપરી અધિકારીઓ સામે અયોગ્ય રીતે સનગ્લાસિસ પકડીને હાથ હલાવે છે, જે સર્વિસની પરંપરામાં પ્રમાણે ખોટું છે.

રાજેશ ત્યાગી સામે એવો પણ આરોપ મૂકાયો હતો કે, ID કાર્ડમાં રહેલી તેની તસવીર તેના જે-તે સમયના મૂછનો શેપ કરતાં અલગ છે. આરોપ સામે પોતાનો પક્ષ મૂકતાં ત્યાગીએ કહ્યું હતું કે, ”આટલી નાની બાબત માટે ફેરફાર કરવો મને યોગ્ય નથી લાગતો.” તો બીજી તરફ ડિપાર્ટમેન્ટનું માનવું હતું કે, ત્યાગીએ સર્વિસ વિરુદ્ધની ભાષાનો ઉપયોગ કર્યો છે અને 01/2007ના CGOની જોગવાઈઓ (ચહેરાના દેખાવમાં ફેરફાર)નો ભંગ કર્યો છે. જે બાદ ત્યાગી સામે કોર્ટ માર્શલ કરવામાં આવ્યું અને તેને એક મહિનાની જેલ તેમજ નોકરીમાંથી ડિસમિસ કરવાની સજા કરાઈ.

સજા સંભળાવતા રાજેશ ત્યાગીએ હાઈકોર્ટમાં અરજી કરી. જ્યાં ત્યાગીના વકીલ વિરાટ પોપટે રજૂઆત કરી કે, “ત્યાગીને સામાન્ય ભૂલની મોટી સજા સંભળાવાઈ છે.” જસ્ટીસ જે. બે. પારડીવાલાએ અવલોકન કર્યું કે, ત્યાગીને એક તક મળવી જોઈએ. કોસ્ટગાર્ડ કોર્ટના ઓર્ડરમાં સ્પષ્ટતા કરવામાં આવી નથી કે કયા કારણોસર ત્યાગીને દોષી માનીને સજા આપવામાં આવી છે.

(5:18 pm IST)