Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

ઇડરમાં પુરવઠા વિભાગની ટીમે શંકાસ્પદ સરકારી ઘઉંનો જથ્થો ઝડપી 6.20 લાખનો મુદામાલ જપ્ત કર્યો

ઇડર: પુરવઠા વિભાગની ટીમે રાજસ્થાન તરફથી આવતો શંકાસ્પદ  સરકારી ઘઉંનો જથ્થો ઝડપી પાડી ૬.૨૦ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો  હતો. આ સરકારી ઘઉંની ગેરકાયદેસર હેરાફેરી સાથે સંકળાયેલ ટ્રક  ચાલકના નિવેદન બાદ આજે નાયબ કલેક્ટર તથા મામલતદારે માર્કેટ યાર્ડની  રાજ ટ્રેડિંગ નામની પેઢી પર દરોડો પાડી વધુ ૯૭ હજારનો શંકાસ્પદ  ઘઉંનો જથ્થો સીધ કરતાં, આ પ્રકારના સરકારી સસ્તા અનાજના વેપલા સાથે  સંકળાયેલ વેપારીઓમાં ફફડાટ ફેલાવ્યો છે. ઇડરમાંથી થોડા સમય અગાઉ ગરીબોના ભાગે આવતા સરકારી સસ્તા અનાજને સગેવગે કરવાનું મોટુ કૌભાંડ ઝડપાયું હતું. આ કૌભાંડ ઝડપાયા બાદ ઇડર વિસ્તારમાં સરકારી અનાજના બારોબારીયા સાથે સંકળાયેલ મનાતા તત્વો પર તંત્રની બાજ નજર છતાં, આવા તત્વો તંત્રની આંખમાં ધુળ નાખી કાળો કારોબાર ચલાવે રાખતા હતા. દરમ્યાન ગુરૂવારે બે મીની ટ્રક સાથેનો શંકાસ્પદ સરકારી ઘઉંનો જથ્થો ઝડપાતાં, ઇડર વિસ્તારમાં ચાલતા સરકારી અનાજના ગેરકાયદેસર વેપલાનો પુરાવો મળી ગયો હતો. 

 

 

(5:11 pm IST)