Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

સુરતના ગોડાદરામાં નકલી વહીસ્કી બનાવવાનું કારખાનું પોલીસે ઝડપી એકની ધરપકડ કરી

સુરત: ગોડાદરા વિસ્તારમાં એક દુકાન અને બે ઘરમાં ડુપ્લીકેટ વ્હીસ્કી બનાવવાના કારખાના ઉપર ક્રાઇમ બ્રાંચે છાપો મારી એક યુવાનને ઝડપી પાડયો હતો. વિગતો મુજબ કોન્સ્ટેબલ લાલાભાઇ અને યોગેશભાઇને મળેલી બાતમીના આધારે પીએસઆઇ ટી.એ. ગઢવી અને ટીમે ગતરાત્રે લિંબાયત ગોડાદરા સુપર સિનેમા પાસે આસ્તીકનગરની બાજુમાં શિવનગર સોસાયટી દુકાન નં. ૧, ગોડાદરા ત્રણ રસ્તા મહર્ષિ આસ્તીક પ્રાથમિક શાળાની સામે મહાવીરનગર સોસાયટી પ્લોટ નં. ૪૫ના પહેલા માળે રૃમમાં અને ગોડાદરા ડીંડોલી બ્રીજ નજીક પટેલનગર પાસે  રામકૃષ્ણ સોસાયટી ઘર નં. ૯૧માં ત્રણ અલગ અલગ સ્થળે છાપો મારી ડુપ્લીકેટ વ્હીસ્કી બનાવવાનું કારખાનું ઝડપી પાડયું હતું.

 


 

(5:10 pm IST)