Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

મહેન્દ્રા પાવરોલે ગુજરાતમાં હાઈપાવર જનરેટરની નવી રેન્જ લોંચ કરી

અમદાવાદઃ ૨૦.૭ અબજ ડોલરના મહિન્દ્ર ગ્રુપના બિઝનેશ યુનિટ મહિન્દ્રા પાવરોલે આજે પર્કિન્સ ૨૦૦૦ સીરીઝ એન્જિન્સથી સંચાલિત ૪૦૦/૫૦૦/૬૨૫ કેવીએ ડીજી લોંચ કરીને વધારે ક્ષમતા ધરાવતાં કેવીએ જનરેટર્સની રેન્જ વધારી હોવાની જાહેરાત કરી હતી. ચેન્નાઈમાં મહિન્દ્રા રિચર્સ વેલીમાં તેના સંશોધન અને વિકાસ કેન્દ્રમાં ડિઝાઈન થયેલ તથા પૂણે નજીક ચાકણમાં તેના પ્લાન્ટ ઉત્પાદિત ૧૨.૫ લિટરથી ૧૮ લિટરના પર્કિન્સ એન્જિન ધરાવતા જનરેટરના સેટની આ નવી રેન્જ મહિન્દ્રા પાવરોલની ઉંચી કેવીએ સીરીઝમાં લેટેસ્ટ વધારો છે.

પર્કિન્સ ૨૦૦૦ સીરીઝ ઈલેકટ્રોનિક એન્જિન બજારમાં પોતાની આંતરરાષ્ટ્રીય સ્તરની ગુણવતા અને કાર્યદક્ષતા માટે પ્રસિધ્ધ છે. તેઓ ટર્બોચાર્જ છે અને એર- ટુ- એર ચાર્જ ફુલ છે. યુરો સ્ટેજ આઈઆઈઆઈએ /યુએસ ઈપીએ ટિઅર ૩ સર્ટિફિકેટ ધરાવે છે. તેમજ ભારતના સીપીસીબી-૨ ઉત્સર્જનના ધારા ધોરણોનું પાલન કરે છે. અસરકારક હેવી- ડયુટી ઔદ્યોગિક આધારમાંથી વિકસાવેલ એન્જિન શ્રેષ્ઠ પફોર્મન્સ અને વિશ્વસનિયતા ઓફર કરે છે. આ એન્જિન મુખ્યત્વે અને ૪૦૦- ૬૨૫ કેવીએની ડીજી રેન્જ ઈચ્છતા ગ્રાહકો માટે આદર્શ છે.(૩૦.૯)

(3:49 pm IST)