Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

અમદાવાદમાં પ્રતિબંધ છતાં પાણીના પાઉચનું વેચાણ:લેબ.તપાસમાં ચોંકાવનારા તથ્યો ખુલ્યા

અલગ અલગ બ્રાન્ડના સેમ્પલમાંથી 60 ટકા ફેઈલ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીના પાઉચના વેચાણ પર પ્રતિબંધ મુક્યો છે છતાં કેટલાક વિસ્તારમાં તેમજ શહેર નજીક ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના પાઉચ વેચાઈ રહ્યાં છે. ત્યારે આ પાણીના પાઉચ સ્વાસ્થ્ય માટે હાનીકારક છે તેવું સીઈઆરસી દ્વારા કરાયેલા પાઉચની લેબ તપાસમાં સામે આવ્યું છે. 

  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક મહિના અગાઉ પાણીના પાઉચના વેચાણ પર પ્રતિબંધ મુક્યો છે. તેમ છતાં શહેરના સ્લમ વિસ્તારો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં હજુએ પાણીના પાઉચ વેચાઈ રહ્યાં છે ત્યારે આ પાણીના પાઉચ પર કન્ઝ્યુમર એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા લેબોરેટરી તપાસ કરાતાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. પાણીના પાઉચમાંથી ઈકોલાઈ નામના બેક્ટેરિયા મળ્યા છે. જે સ્વાસ્થ્ય માટે હાની કારક છે. 

  સીઈઆરસી દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાંથી 10 અલગ અલગ બ્રાન્ડના પાણીના પાઉચ લેવાયા હતા. જેમાં 60 ટકા પાણીના સેમ્પલ ફેઈલ થયા છે. એટલુ જ નહિ ઘણા પાઉચના પેકેટ પર પેકેજિંગ ડેટ કે મેન્યુફેક્ચર ડેટ પણ મીસીંગ જોવા મળી છે

આ પાણીના પાઉચ પર કન્ઝ્યુમર એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા લેબોરેટરી તપાસ કરાતાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે

(5:55 pm IST)