Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

અમદાવાદ મનપાની હેલ્થ કમિટીની બેઠકમાં 12 શૌચાલય તોડી પાડવાની દરખાસ્ત મંજુર

આસપાસની મિલ્કતોના ભાવ ઊંચકાયા તે માટે શૌચાલયને જર્જરિત જાહેર કરી અને તેને તોડી પાડવાનું સુવ્યવસ્થિત સેટિંગ !!

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના શાસકો દ્વારા એલ કમિટીની રચના બાદ પ્રથમ બેઠકમાં કોર્પોરેટર હોય જાહેર શૌચાલયનો ખુરદો બોલાવવાની દરખાસ્તો ધડાધડ મૂકવા માંડી છે. આજે મળેલી હેલ્થ એન્ડ સોલીડ કમિટીની બેઠકમાં જુદાજુદા વિસ્તારના 12 જેટલા જાહેર શૌચાલય તોડી પાડવાની દરખાસ્ત મૂકવામાં આવી હતી.

આ તમામ સૌચાલય જરી હાલત હાલતમાં હોવાનું કહીને તોડી પાડવાની દરખાસ્ત મંજુર કરવામાં આવી અમદાવાદ શહેરમાં શૌચાલયના કારણે આસપાસની મિલ્કતોના ભાવ ઊંચકાયા તે માટે શૌચાલયને જર્જરિત જાહેર કરી અને તેને તોડી પાડવાનું સુવ્યવસ્થિત સેટિંગ ચાલી રહ્યું છે.

અમરાઈવાડીમાં આવેલ છબીલદાસની ચાલી અને હીરાલાલની ચાલીમાં આવેલા કમ્યુનિટી શૌચાલય તોડીને તેની જગ્યા પર લાઇબ્રેરી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

 

નીચે મુજબના શૌચાલય તોડી પાડવામાં આવશે

1 કાશી બાઈ ચાલી ગોમતીપુર, 10 માંથી 8 જાહેર શૌચાલય તોડવામાં આવશે
2.ગુજરાતી શાળા સામે ,નારોલ
3. સરાણીયા વાસ સામે લાંભા
4. હાથીખાનાની ચાલીમાં સ્વામિનારાયણ વાડીની બાજુમાં આવેલ જાહેર શૌચાલય,શાહીબાગ
5.વણકર વાસના નાકા પર ,નવા વાડજ
6.માલધારીના છાપરા પાસે,નવા વાડજ
7.રાણીપ બસ સ્ટેન્ડથી બકરા મંડીના રસ્તા પર આવેલ કમ્યુનિટી શૌચાલય,રાણીપ
8.પરદેસી નગરની ચાલી,અમરાઈવાડી
9.ભૂરે ખાનની ચાલી,ગોમતીપુર
10.છબીલ દાસની ચાલી અમારીવાડી
11.હીરાલાલની ચાલી અમરાઈવાડી
12. સંજય ચોક ,અમરાઈવાડી

(8:24 pm IST)