Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

ભગવાન જગન્નાથજીની રથયાત્રા મુદ્દે પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેશુ : ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું મહત્વનું નિવેદન

અમદાવાદ, તા. ૧૧: કોરોના સંક્રમણનું પ્રમાણ ઓછુ થતા રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદમાં આજે રથયાત્રા કાઢવી કે નહી તેને લઇને મહત્વની બેઠક મળવાની છે.

ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યુ, સમગ્ર રાજ્યના મંદિરો નિયત પ્રોટોકોલ ગાઇડલાઇનના આધાર ઉપર દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે, જેનાથી લોકો શ્રદ્ધા કેન્દ્રો, આસ્થા કેન્દ્રો ઉપર ભગવાનના આશીર્વાદ લેવા માટે આવે છે. હું પણ ભગવાન જગન્નાથજીના ચરણોમાં શીશ ઝુકાવવા આવ્યો છું.

પ્રદીપસિંહ જાડેજાએ કહ્યુ, ગઇકાલે મુખ્યમંત્રીએ રથયાત્રાના સંદર્ભમાં જે કહ્યુ છે. રથયાત્રામાં કોરોનાના સંક્રમણની જે સ્થિતિ હશે તે સ્થિતિના આધાર ઉપર નિર્ણય લેવા માટે મહંત અને મંદિરના ટ્રસ્ટીઓએ સરકાર જે તે વખતે ચર્ચાના આધારે પરિસ્થિતિના આધારે નિર્ણય લે તે પ્રમાણે આયોજન કરીશુ.

વધુમાં ગૃહરાજ્યમંત્રીએ કહ્યુ કે, પરંપરાગત રીતે જળયાત્રા નિયત પ્રોટોકોલના આધાર પર નિડ્ઢિત લોકોની વચ્ચે ભગવાનને સ્નાન કરાવવા માટે જે જળ લાવવામાં આવે છે તે પ્રોટોકોલ પ્રમાણે કાર્યક્રમ ચાલુ રહેશે.

(1:41 pm IST)