Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

સુરતમાં ચોરીનો આક્ષેપ મુકીને ૩ વ્યકિતઓએ ર કિશોરના વાળ કાપી નાંખ્યા

સુરતઃ સુરતમાં રૂવાડા ઉભા કરી દે તેવો વીડીયો વાયરલ થયો છે. ત્રણ વ્યકિતઓએ બે કિશોરના વાળ કાપી નાંખતા ચકચાર મચી ગઇ છે. આ બંન્ને કિશોરોના વાળ કાપીને તેમની પાછળ લાંબા સમય સુધી ટોળુ ચાલતું હતું.

બન્યુ એમ કે સુરતના લિંબાયતના કમરૂનગર વિસ્તારમાં ર કિશોરો પર ચોરીનો આક્ષેપ મુકાયો હતો. ત્રણ શખ્સોએ હિચકારૂ કૃત્ય કરીને કિશોરોના વાળ કાપી નાખ્યા હતા. આ ઘટના ૩૦મેના રોજ બની હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. હાલ તો વિડીયો વાયરલ થતા આ સમગ્ર મામલો બહાર આવ્યો છે. સુત્રો અનુસાર કિશોર પર અત્યાચાર કરનાર પૈકી એક યુવક રીઢો આરોપી છે. તો બીજ એક એનસીપી નો કાર્યકર્તા છે. લિંબાયત પોલીસે સમગ્ર મામલે સામાન્ય કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી અને ત્યાર બાદ તેમનો જામીન પર છુટકારો થયો છે.  ઉલ્લેખનીય છે કે અનેક લોકો કાયદો પોતાના હાથમાં લેતા હોય છે. આવી ઘટનાઓ પર પોલીસને આરોપીઓ સોંપવાને બદલે તેઓ જાતે જ સજા આપવાનું નક્કી કરે છે.

(5:38 pm IST)