Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

અમદાવાદમાં નકલી આઇપીએસ બની ફરતો યુવક ઝડપાયો

નોકરી અને પેટ્રોલપંપનું લાયસન્સ આપવાની વાત કરી 25 લાખની માંગણી :પોલીસને જાણ થતા ટ્રેપમા દબોચી લેવાયો

અમદાવાદમાં નકલી આઇપીએસ બનીને ફરતો એક યુવકને પોલીસે ઝડપી લીધો છે ચાંદખેડા પોલીસે નકલી આઈ પી એસ બની ફરતા આ આરોપી યુવક લોકોને નોકરી અપાવવાની લાલચ અને પેટ્રોલ પમ્પનું લાઇસન્સ અપાવવાનું કહી છેતરપિંડી કરતો હતો.

મળતી વિગત મુજબ આરોપી શુભમ ગોડ મૂળ કાનપુર, ઉત્તર પ્રદેશનો રહેવાસી છે હાલ ગાંધીનગરમાં રહેતો હતો. આ યુવક પર આરોપ છે કે ફરિયાદીને પેટ્રોલ પમ્પનું લાઇસન્સ અપાવવાની વાત કરી 25 લાખની માંગણી કરી હતી પરંતુ ફરિયાદીને શંકા જતા તેણે અસલી પોલીસને જાણ કરી. બાદમાં પોલીસે ટ્રેપ ગોઠવી આરોપીને પકડી પાડ્યો હતો.

એસીપી એલ ડિવિઝન ડીએસ પટેલનું કહેવું છે કે આરોપીએ અત્યાર સુધીમાં અનેક લોકોને છેતરી ચૂક્યો છે, અને તેમની પાસેથી 30-40 લાખ પડાવી ચૂક્યો છે. આ વ્યક્તિનો ભોગ બનેલા ફરિયાદી સામે આવી રહ્યાં છે. આરોપી પાસેથી એક સ્ટીક અને પાસિંગ પરેડમાં જે ગ્રુપ ફોટો હોય છે તેમાં તેણે એડિટિંગ કરી પોતાનો ફોટો ચોટાડ્યો હતો. લોકોને તે આ ફોટો બતાવતો હતો.

(9:26 pm IST)