Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

૭૦ ટકા સુધી ડાયગ્નોસિસ સુવિધા હજુય પહોંચી નથી

આઇવીડી માર્કેટ સાત હજાર કરોડને આંબી ગયુ : નંબર વન આઈવીડી કંપની ટ્રાન્સએશિયા-અર્બા ગ્રૂપ દ્વારા અમદાવાદમાં ઈન્ટરનેશનલ હેમેટોલોજી રેંજ લોન્ચ કરાઇ

અમદાવાદ, તા.૧૧ : માળખાકીય સવલતો, જાગૃતતાનો અભાવ અને સુવિધાની અછત સહિતના કારણોને લઇ આજે પણ ભારત દેશમાં ૭૦ ટકા લોકો સુધી તેમના રોગ કે બિમારીને લઇ યોગ્ય ડાયગ્નોસીસ કરાવવાની સુવિધા પહોંચી શકી નથી. ખાસ કરીને દેશના ગ્રામ્ય વિસ્તારો અને આંતરિયાળ વિસ્તારોમાં. જો કે, દેશમાં ઇન વિટ્રો ડાયોગ્નોસ્ટીક સેકટરમાં પ્રગતિ અને નોંધપાત્ર બદલાવ સાથે હાઇટેક ટેકનોલોજી અને અસરકારક ઉપકરણો પણ હવે પ્રાપ્ય બન્યા છે. દેશમાં ઇન વિટ્રો ડાયોગ્નોસ્ટીક(આઇવીડી) સેકટરની કુલ માર્કેટસાઇઝ રૂ.૭૦૦૦ કરોડને આંબી ગઇ છે, જેની સામે વૈશ્વિક સ્તરે આઇવીડી સેકટરની માર્કેટસાઇઝ ૬૦ બિલીયનથી પણ વધુની થઇ છે એમ અત્રે ટ્રાન્સએશિયા બાયોમેડિકલ્સ લિ.ના ચેરમેન તથા મેનેજિંગ ડિરેક્ટર સુરેશ વઝીરાણી, સિનિયર એડવાઈઝર અનિલ જોટવાણી અને બિઝનેસ યુનિટ હેડ એમ.ડી. પેથોલોજી ડો. પ્રીત કૌરે જણાવ્યું હતું.  ભારતની નંબર વન ઈન વિટ્રો ડાયોગ્નોસ્ટિક(આઈવીડી) કંપની  ટ્રાન્સએશિયા-અર્બા ગ્રૂપ દ્વારા આજે તેની ૪૦મી વર્ષગાંઠની ઉજવણી નિમિતે અમદાવાદમાં ઈન્ટરનેશનલ હેમેટોલોજી રેન્જ લોન્ચ કરી હતી, જે પ્રસંગે તેઓએ આ મુજબ જણાવ્યું હતું. આ તમામ મહાનુભાવોએ અર્બા લાચેમા દ્વારા યુરોપમાં મેન્યુફેક્ચર (ટ્રાન્સએશિયાની ૧૦૦ ટકા માલિકીની પેટાકંપની) થયેલ એચ ૩૬૦, એચ ૫૬૦ અને એલીટ ૫૮૦ હેમેટોલોજી એનેલાઈઝર્સનો યુરોપ અને વૈશ્વિક માર્કેટમાં બહોળો ઉપયોગ થાય છે, તે આજે અમદાવાદમાં લોન્ચ કર્યા હતા. યુરોપીયન આરએન્ડડી દ્વારા સમર્થિત, ૩-પાર્ટ ડિફરેન્શિયલ એનેલાઈઝર (૩પીડીએ)થી ૫-પાર્ટ ડિફરેન્શિયલ એનેલાઈઝર (૫પીડીએ) ફુલી ઓટોમેટેડ હેમેટોલોજી એનેલાઈઝર્સ, રિએજન્ટ અને કંટ્રોલ કે જેમાં અનેક વિશિષ્ટતાઓ છે કે જે સચોટ નિદાન માટે સંસ્થાઓ, ક્લિનિસિયન્સ અને લેબ ટેકનોલોજીસ્ટ્સને બહુ મદદરૂપ બનશે. ટ્રાન્સએશિયા બાયોમેડિકલ્સ લિ.ના ચેરમેન તથા મેનેજિંગ ડિરેક્ટર સુરેશ વઝીરાણી અને સિનિયર એડવાઈઝર અનિલ જોટવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, આ અત્યાધુનિક અને સચોટ તેમ જ એકદમ ચોક્કસ નિદાન કરતા મશીન્સ મારફતે સીબીસી ખાસ કરીને હિમોગ્લોબીન, પ્લેટલેટ્સ, ડબલ્યુબીસી, તાવ, એનીમીયા, થેલેસેમીયા સહિતના રોગો અને બિમારીઓના પરીક્ષણમાં બહુ ઉપયોગી સાબિત થશે. તેમણે ઉમેર્યું હતું કે, વિશ્વભરમાં તેમની ગુણવત્તા, ચોક્સાઈ અને ઈઝ ઓફ ઓપરેશનથી સ્વીકાર્ય હેમેટોલોજી પ્રોડક્ટ્સની અર્બા રેન્જ ઈન્ડિયન ડાયોગ્નોસ્ટિક લેબ્સમાં ઓટોમેટેડ હેમેટોલોજી ટેસ્ટીંગનો સ્વીકાર વધારશે. અન્ય અનોખી વિશેષતાઓમાં એબનોર્મલ સેમ્પલ્સ, આરએફઆઈડી, લાર્જ કલર્ડ એલસીડી ટચ સ્ક્રીન, કસ્ટમાઈઝેબલ રિપોર્ટીંગ ફોર્મેટ, લેબોરેટરી ઈન્ફોર્મેશન સિસ્ટમ (એલઆઈએસ) સાથે જોડાવાની ક્ષમતા રિઝલ્ટ  આઉટપુટ અને રેડી ટુ યુઝ રિએજન્ટ સામેલ છે. જે સાઈનાઈડ ફ્રી અને પર્યાવરણને અનુકૂળ હોય છે. લેબોરેટરીઝ અને પેથોલોજિસ્ટ્સ દ્વારા અનુભવાતા પડકારોને ધ્યાનમાં રાખીને ટ્રાન્સએશિયા હેલ્થકેર પ્રોફેશનલ્સ (એચસીપી) પર દર્દીઓને ઉત્તમ શક્ય એવી સારવાર આપીને મદદ કરે છે. હેમેટોલોજી એનેલાઈઝર્સનો વ્યાપક ઉપયોગ દર્દી અને રિસર્ચ સેટીંગ્સ રોગ નિદાન અને મોનિટરીંગ માટે બ્લડ સેલના કાઉન્ટ અને તેને કેરેક્ટરાઈઝ કરે છે. બેઝિક એનેલાઈઝર્સ ૩-પાર્ટ ડિફરેન્શિયલ વ્હાઈટ બ્લડ સેલ (ડબલ્યુબીસી) કાઉન્ટ સાથે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ  (સીબીસી) આપે છે. સોફિસ્ટિકેટેડ એનેલાઈઝર્સ સેલ મોર્ફોલોજી માપે છે અને તે ભાગ્યે જ જોવા મળતી લોહીની સ્થિતિઓમાં નિદાન તેમજ સ્મોલ સેલ પોપ્યુલેશન્સનું નિદાન કરે છે. રૂટિન પેરામીટર્સ ઉપરાંત નવી હેમેટોલોજી રેન્જ વધારાના પેરામીટર્સ જેમકે પ્લેટલેટ લાર્જ સેલ રેશિયો (પીએલસીઆર) અને પ્લેટલેટ લાર્જ સેલ કોન્સ્ટ્રેશન (પીએલસીસી) ઓફર કરે છે જે એડવાન્સ્ડ ઓટોમેટેડ હેમેટોલોજી એનેલાઈઝર્સ દ્વારા રિપોર્ટ કરાય છે. જેનાથી અસામાન્ય પ્લેટલેટ કાઉન્ટ્સના સંભવિત કારણો વિશે જાણી શકાય છે. આ દર્દીઓમાં મોટાભાગના લોકો એનેમિયા, થેલેસેમિયા, સિકલ સેલ એનેમિયા, હેમોફિલિયા અને અને હેમોગ્લોબીનોપેથીસથી પીડાતા હોય છે.

આ ઈન્સ્ટ્રુમેન્ટ્સ ખાસ કરીને વધુ કારગત સાબિત થશે કે દેશમાં જયારે પશ્ચિમ બંગાળ પછી ગુજરાતમાં થેલેસેમીયાના દર્દીઓની સૌથી વધુ સંખ્યા છે. આઈઆરસીએસમાં દરરોજ ૧૫૦૦થી વધુ લોકોને એનેલાઈઝ કરવામાં આવે છે, જેમાં ૧૩ વર્ષથી વધુ વયના બાળકો પણ સામેલ છે. ગુજરાત સરકાર પાસે ગુજરાતને થેલેસેમિયા મુક્ત કરવાનું મિકેનીઝમ છે અને ટ્રાન્સએશિયાના ઈન્સ્ટ્રુમેન્ટ્સ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવવા તત્પર છે.

(9:22 pm IST)
  • છેલ્લી ઘડીએ જેટ એરવેયઝ માટે બોલી લગાવતું એતિહાદ : એમની સાથે છે કોઈ ભારતીય પક્ષકાર : આ ભારતીય પક્ષકાર રિલાયન્સ હોવાનું ચર્ચાય રહ્યું છે. access_time 1:43 am IST

  • પાકિસ્તાનમાં વધુ 11 સંગઠનો પર પ્રતિબંધ :પાકિસ્તાની ગૃહ મંત્રાલયે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જમાત ઉદ દાવા ,ફલાહ એ ઇન્સાનિયત ફાઉન્ડેશન (એફઆઇએફ ) અને જૈશ એ મોહમ્મદ સાથે સબંધ રાખવાના આરોપસર વધુ 11 સંગઠનો પર પ્રતિબંધ લગાવ્યો access_time 12:53 am IST

  • જો જીન્હા વડાપ્રધાન બનત તો દેશના બે ટુકડા ના થતા :ભાજપના ઉમેદવારે નવો રાગ આલાપ્યો :મધ્યપ્રદેશના રતલામ-ઝાબુઆથી ભાજપના ઉમેદવાર ગુમાનસિંહ ડામોરે વિવાદી નિવેદન કરતા કહ્યું કે આઝાદી પછી જો નહેરુ જીદ ના કરી હોત તો દેશના બે ટુકડા ના થાત :તેઓએ વધુમાં એમ પણ કહ્યું કે મોહમ્મ્દ જીન્હા એક એડવોકેટ,એક વિદ્વાન વ્યક્તિ હતા :એ સમયે નિર્ણંય લેવાયો હોત તો આપણા પીએમ જીન્હા બનશે તો દેશના બે ભાગ નહિ પડત : access_time 1:07 am IST