Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

સુરતના વરાછામાં ટોઈંગ કરેલી બાઈક ક્રેઇનમાંથી પડી જતા સર્જાયા મારામારીના દ્રશ્યો વાયરલ થયા

વરાછા ટ્રાફિક પોલીસ ચોકીની સામે જ બનાવ

સુરતના વરાછા વિસ્તારમાં ટોઈંગ કરેલી બાઈક પડી ક્રેઇનમાંથી પડી જતા લોકોએ મારામારી કરી હતી. આ ઘટના વરાછા પોલીસ મથકની સામે જ બની હતી. મારામારીના આ દ્રશ્યો શોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે

  આ અંગે મળતી વિગત મુજબ સુરતના વરાછા વિસ્તારમાં ક્રેઇન દ્વાર એક મોપેડ ટોઈંગ કરવામાં આવી હતી. જો કે મોપેડ ક્રેઇનમાંથી પડી જતા લોકો રોષે ભરાયા હતા. અવાર નવાર બાઈક ટોઈંગની ઘટનાને લઈને રોષે ભરાયેલા લોકોએ ક્રેઇનના માણસો સાથે બોલાચાલી શરૂ કરી હતી અને વાત એટલી હદે વણસી જઇ ને મારામારી સુધી પહોચી ગઇ હતી.

બીજી તરફ ક્રેઇનના માણસોએ પણ લોકો સાથે મારમારી પર ઉતરી આવ્યા હતા. આ ઘટના વરાછા ટ્રાફિક પોલીસ ચોકીની સામે જ બનવા પામી હતી. આ વિડીયો હાલ શોશ્યલ મીડીયમાં વાયરલ થયા છે. તો બીજી તરફ બનાવની જાણ થતા વરાછા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી

(7:31 pm IST)