Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

સુરત નજીક નવી સિવિલમાં ઈજાગ્રસ્ત વયોવૃદ્ધને પુત્રી-જમાઈ ખોળામાં ઉંચકીને સારવાર માટે લઇ ગયા

સુરત: નવી સિવિલ હોસ્પિટલમાં થોડા દિવસ પહેલા ઇજાગ્રસ્ત વયોવૃદ્ધાને યુવાન પૈાત્ર ખોળામાં ઉચકીને સારવાર માટે લઇ આવ્યો હતો. આ  બનાવ બાદ સેવાભાવી વ્યક્તિએ  વ્હિલચેરનું સિવિલમાં દાન કર્યું હતુ.ં છતાં સિવિલમાં આજે ઇચ્છાપોર ની વૃદ્ધાને પુત્રી અને જમાઈ ઉચકીને સારવાર માટે લઇ ગયા હતા.

નવી સિવિલ હોસ્પિટલ મળેલી વિગત મુજબ ઇચ્છાપોર વિસ્તારના ભાઠાગામમાં તળાવ મહોલ્લામાં રહેતા ૬૦ વર્ષીય ધનુબેન હરીશભાઇ દોઢીયા ૩ માસ પહેલા ઘર પાસે ચાલતા જતા હતા. ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારતા ડાબા પગમાં ઇજા થતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. 

(5:37 pm IST)