Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

સુરતમાં કાટમાળ હેઠળથી લખો રૂપિયાના હીરા, દાગીના સહીત રોકડ મળી આવી

સુરત: શહેરના પાર્લે પોઈન્ટ પર જર્જરિત વિશાલ દર્શન એપાર્ટમેન્ટમાં પહેલા દિવસે ત્રણ કરોડ રૂપિયાના હીરા- રોકડ રકમ નિકળી હતી. ત્યારબાદ મોટી માત્રામાં કાટમાળ હેઠળથી લાખો રૂપિયાના હીરા, સોનું અને રોકડ રકમ નિકળી રહી છે.  કાટમાળ હટાવવા માટેનો સ્ટાફ, પોલીસે અસરગ્રસ્ત લોકોને સાથે રાખીને કિમતી સામાન ઓળખ કરાવીને આપી રહ્યો છે. 

અઠવા ઝોનમાં વિશાલ દર્શન એપાર્ટમેન્ટ તુટી પડયા ંબાદ તેનો કાટમાળ બે દિવસમા હટાવી લેવાય તેવી ગણતરી હતી. જોકે, ચારદિવસ બાદ પણ કાટમાળ સંપુર્ણ કાઢી શકાયો નથી. કારણ એ છે કે, આ બિલ્ડીંગમાં હીરાના વ્યવસાય સાથે જોડાયેલા લોકો રહેતા હોવાથી લાખો રૂપિયાની કિંમતના હીરા ઉપરાંત ગોલ્ડ, દાગીના, રોકડ કાટમાળમાં દબાયેલા છે. જેથી કાટમાળ હટાવવાની કામગીરી સાવચેતીથી કરાઇ રહી છે. 

(5:37 pm IST)