Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

કલોલ નજીક સઈજમાં પોલીસે વોચ ગોઠવી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણની ધરપકડ કરી

કલોલ:સઇજ પાસેથી વિદેશીદારૂ ભરેલી કાર પસાર થવાની બાતમીને આધારે કલોલ તાલુકા પોલીસે વોચ ગોઠવી વિદેશીદારૂ ભરેલી કાર સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. કારમાંથી દારૂની ૮૪ નંગ બોટલ મળી આવી હતી. કુલ ૩.૪૩ લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. આ વિદેશીદારૂનો જથ્થો કડીના રાજપુર ગામમાંથી લવાયો હોવાનું બહાર આવતા પોલીસે અન્ય એક આરોપીને વોન્ટેડ બતાવ્યો છે.

કલોલ તાલુકા વિસ્તારમાં પ્રોહીબીશન અને મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે પીઆઇ જતીન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ તેમના સ્ટાફના હેડ કોન્સ્ટેબલ નરેશભાઇ, પ્રકાશભાઇ, નરેન્દ્રસિંહ તથા કોન્સ્ટેબલ મહાવીરસિંહ, વિજયસિંહ, વિજયભાઇ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વખતે સઇજ હાઇવે પાસેથી વિદેશીદારૂ ભરેલી કાર પસાર થવાની બાતમી હેડકોન્સ્ટેબલ નરેશભાઇને મળી હતી. 

(5:35 pm IST)