Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

પાટણ લોકસભા બેઠકની મતગણતરી ૧૫૪ રાઉન્ડમાં યોજાશે

પાટણ તા.૧૧ : લોકસભાની ચુંટણીની મતગણતરી ૨૩મી મેના રોજ યોજાશે. કતપુર એન્જીનીયરીંગ કોલેજમાં ખાતે યોજાનારી મત ગણતરી ૭ વિધાનસભા બેઠકની અલગ અલગ હોલમાં ગણતરી થશે. કુલ ૧૫૪ રાઉન્ડમાં મતગણતરી ચાલશે.

પાટણ શહેર નજીક ચાણસ્મા હાઇવે માર્ગ પર આવેલ રાજપુર ગામ પાસે આવેલ કતપુર એન્જીનીયરીંગ કોલેજ ખાતે ૨૩મી મેના રોજ પાટણ લોકસભા બેઠકની મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે. કતપુર કોલેજમાં અલગ અલગ બે બિલ્ડીંગમાં બિલ્ડીંગ ૧ માં પાટણ, ચાણસ્મા, સિધ્ધપુર અને સાંતલપુર વિધાનસભા મત વિસ્તારની ગણતરી અલગ અલગ હોલમાં રાખવામાં આવેલ છે. જયારે બિલ્ડીંગ નં.રમાં ખેરાલુ, કાંકરેજ અને વડગામ વિધાનસભા મત વિસ્તારની અલગ અલગ હોલમાં મતગણતરી રાખવામાં આવેલ છે.

સવારે મત ગણતરી શરૂ થશે. જેમાં પાટણ વિધાનસભાના મત ગણતરી હોલમાં જિલ્લાના સરકારી કર્મચારીઓ દ્વારા આપવામાં આવેલ પોસ્ટલ બેલેટના મતોની ગણતરી કરવામાં આવશે. લગભગ ૮-૩૦ કલાક સુધી આ મતોની ગણતરી ચાલશે.

ગણતરી ઉચ્ચ અધિકારીઓ ઉમેદવારો અને તેમના એજન્ટોની ઉપસ્થિતિમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરાશે.

દરેક વિધાનસભામાં કુલ ૧૪ ટેબલ ગોઠવવામાં આવશે. જેમાં એક સાથે એક રાઉન્ડમાં ૧૪ બુથના મતોની ગણતરી થશે. અંદાજે કુલ ૨૧૦૭ મતદાન મથકોના ૧૫૪ રાઉન્ડની મતગણતરી હાથ ધરાશે તેમ મદદનીશ ચુંટણી અધિકારી એમ.એમ.પટેલે જણાવ્યુ છે.

(11:20 am IST)