Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

સવારે ગુજરાત પહોંચશે 'કોવિશિલ્ડ' વેક્સીન : નીતિનભાઈ પટેલે ટ્વિટ કરી આપી માહિતી

સવારે ૧૦.૪૫ કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવશે : રાજ્યમા વેકસિન સ્ટોરેજને લઈ 6 રિજનલ સેન્ટર બનાવાયા

અમદાવાદઃ 16 જાન્યુઆરીથી દેશભરમાં કોરોના વેક્સીન આપવાની શરૂઆત થશે. જે અંતર્ગત ગુજરાતના અમદાવાદ એરપોર્ટ પર આવતીકાલે કોરોના વેક્સીનનો જથ્થો આવશે. આ અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ટ્વિટ કરીને જાણકારી આપી હતી. અલબત્ત આજે સોમવારે બપોરમાં એવા અહેવાલ આવ્યા હતા કે સાંજે કોરોના વેક્સીન આવશે.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ટ્વિટ કરી કહ્યુ કે, 'ગુજરાતમાં મંગળવારે ગુજરાતમાં કોરોના વેક્સીનનો પ્રથમ જથ્થો તા.૧૨.૦૧.૨૦૨૧, મંગળવાર સવારે ૧૦.૪૫ કલાકે સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદ ખાતે આવશે.'
 અત્રે ઉલ્લેખનિય છે કે, આ અગાઉ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ ગુજરાતમાં કોરોના વાયરસની રસીકરણની માહિતી આપતા કહ્યુ હતુ કે રાજ્યમાં છ સ્થળો વેક્સિન સ્ટોરેજની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે પણ રસીકરણ કેન્દ્ર હશે ત્યાં ત્રણ રૂમની વ્યવસ્થા હશે. જો કોઈ વ્યક્તિને રસી બાદ કોઈ તકલીફ થાય તો તે માટે અલગ વ્યવસ્થા રાખવામાં આવી છે. ભારતમાં જ કોરોના વેક્સિનનું નિર્માણ એ આત્મનિર્ભર ભારતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

ગુજરાત વેક્સીનેશન માટે સંપૂર્ણ સજ્જ છે. રાજ્યમા વેકસિન સ્ટોરેજને લઈ 6 રિજનલ સેન્ટર બનાવાયા છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર અને ગાંધીનગરમાં વેક્સિન સ્ટોરેજ કરવામાં આવશે. આ છ મુખ્ય સેન્ટર પરથી અલગ અલગ જિલ્લાઓમાં વેક્સીન મોકલવામાં આવશે.

(12:23 am IST)
  • દેશમાં કોરોના થાક્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 15,199 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,04,66,545 થઇ :એક્ટિવ કેસ 2,20,388 થયા: વધુ 15,263 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,0 0 ,90,658 થયા :વધુ 136 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,51,184 થયો access_time 11:59 pm IST

  • ગુજરાતમાં બર્ડ ફ્લૂની એન્ટ્રી થતા તંત્ર અલર્ટઃ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પક્ષી વિભાગને બર્ડ ફ્લૂની સંભિવત અસરને જોતા બંધ કરવાનો નિર્ણય લેવાયો, કાંકરિયા પક્ષી વિભાગમાં 1200થી વધુ પક્ષીઓ ઉપસ્થિત access_time 4:49 pm IST

  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે માંડવી તાલુકાના સઠવાવ ખાતે 'કાકરાપાર-ગોરધા-વડ ઉદ્દવહન પાઇપલાઇન યોજના'નુ કરાયુ લોકાર્પણ સંપન્ન : રૂ.૫૭૦ કરોડના ખર્ચે સાકાર થયેલી યોજનાથી માંડવી અને માંગરોળ તાલુકાના કુલ ૮૯ ગામોના ૪૯,૫૦૦ એકર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે : ૩ મધ્યમ ડેમ, ૨ મોટા તળાવો, ૬ કોતરો અને ૩૦ ચેકડેમોમાં પાણી સંગ્રહ થશે. માંડવી અને માંગરોળ તાલુકાના ૨૯૦૦૦ આદિજાતિ ખેડૂત પરિવારોમા ઉગશે સમૃદ્ઘિનો સૂરજ ઉગશે access_time 11:46 am IST