Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

પાલેજ - આમોદ માર્ગ પર આઇશર અને બાઇક વચ્ચે અકસ્માત : બાઇક સવારનું કરૂણ મોત

દોર ગામના રહીશ પાલેજ આવતા હતા ત્યારે વલણની સિમ પાસે અકસ્માત નડ્યો

ભરૂચ : પાલેજ - આમોદ માર્ગ પર આઇશર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવારનું કરૂણ મોત થવા પામ્યું હતું. દોરા ગામમાં રહેતા કિશન અરવિંદ રાઠોડ તેમજ હરેશ સુરેશ રાઠોડ બાઇક પર પાલેજ તરફ આવી રહ્યા હતા. ત્યારે વલણ ગામની સીમ પાસે કોઈ વાહનની ઓવર ટેક કરી સામેથી આવી રહેલા આઇશર ટેમ્પો સાથે ધડાકાભેર બાઈક અથડાતા અક્સ્માત સર્જાયો હતો.

સર્જાયેલા અકસ્માતમાં બાઇક પર સવાર કિશન રાઠોડ નામના યુવાનનું માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક પાછળ સવાર હરેશને પગના ભાગે ઇજાઓ થતા 108 દ્વારા પાલેજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો. ઘટનાની જાણ થતા વલણ આઉટ પોસ્ટના જમાદાર શૈલેષભાઇએ ઘટના સ્થળે પહોંચી કિશનના મૃતદેહને પાલેજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડી વધુ તપાસ ધરી હતી

(9:56 pm IST)
  • કૃષિ કાનૂનના વિરોધમાં હરિયાણાના ધારાસભ્ય અભયસિંહ ચૌટાલાનું ધારાસભ્યપદેથી રાજીનામુ : સ્પીકરને પત્ર લખી જાણ કરી : જો 26 જાન્યુઆરી સુધીમાં કૃષિ કાનૂન પાછો ન ખેંચાય તો મારા આ પત્રને રાજીનામુ ગણી લેજો access_time 5:43 pm IST

  • આજે સોમનાથ મંદિર ટ્રસ્ટના નવા ચેરમેનની વરણી માટેની બેઠક મળશે. વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને શ્રી એલ.કે.અડવાણી બેઠકમાં જોડાશે. access_time 2:51 am IST

  • આગામી થોડા મહિનાઓમાં 30 કરોડ લોકોને રસી આપવાનું આયોજન : વેક્સીન વિષે ફેલાતી ગેરસમજણ રોકવાની જવાબદારી રાજ્ય સરકારોની : શરૂઆતના 3 કરોડ નાગરિકોને વેક્સીન આપવાનો ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે : કેરળ ,રાજસ્થાન ,હિમાચલ પ્રદેશ ,હરિયાણા ,મધ્ય પ્રદેશ ,યુ.પી. ,દિલ્હી ,ગુજરાત ,તથા મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ : રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી access_time 5:31 pm IST