Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

ગુજરાતમાં આઠેય બેઠકોમાં નોટાના 24,667 મત : કપરાડા બેઠક પર સુધી વધુ 4520 મત નોટામાં પડ્યા

ગુજરાતની આઠ વિધાનસભા બેઠકોની યોજાયેલી પેટાચૂંટણીનું આજે મંગળવારના રોજ જાહેર થઇ ગયું છે. આ આઠેય બેઠકો પર ભાજપનું કમળ ખીલી ઉઠયું છે. તેથીય વિશેષ કોંગ્રેસ પાસેથી તમામ બેઠકો આંચકી લીધી છે. આ આઠેય બેઠકોમાં નોટાના 24,667 મતો પડયાં છે. તેમાં સૌથી વધુ નોટા કપરાડા બેઠક પર પડયાં છે.

રાજયસભાની ચૂંટણી વખતે કોંગ્રેસમાંથી એક પછી એક આઠ ધારાસભ્યોએ રાજીનામાં આપતાં કોંગ્રેસની આઠ બેઠકો ખાલી પડી હતી. આ આઠ બેઠકોની પેટાચૂંટણી યોજાઇ હતી. તેના પરિણામ આજે જાહેર થયાં છે. આજે જાહેર થયેલા પરિણામોનું એનાલીસીસ કરીએ તો આઠેય બેઠકોમાં 24,667 મતો નોટામાં પડયાં છે. મતલબ કે આ આઠેય બેઠકોમાં કોંગ્રેસ, ભાજપ જેવા રાષ્ટ્રીય પક્ષોથી માંડીને અન્ય પક્ષો કે પછી અપક્ષ તરીકે ઊભેલાં ઉમેદવારોમાંથી એક પણ ઉમેદવાર પસંદ ના હોય તો મતદારો દ્રારા નોટામાં વોટ આપતાં હોય છે

ચૂંટણીમાં ઊભા રહેતાં ઉમેદવારો પસંદ ના હોય તો મોટાભાગે મતદારો પહેલાં મત આપવાનું ટાળતાં હતા. પરંતુ તે હકીકત રાષ્ટ્રીય પક્ષો સુધી પહોંચતી ન હતી. જેથી ભારતીય ચૂંટણી પંચ તરફથી નોટા શરૂ કરવામાં આવ્યું હતું. જેથી મતદારોને જો કોઇપણ ઉમેદવાર પસંદ ના હોય તો તેઓ નોટા ( આમાંથી એક પણ નહીં )નું બટન દબાવીને પોતાનો વોટ આપવાનો અધિકારનો ઉપયોગ કરી શકે છે. તેની સાથે રાજકીય પક્ષોને પણ તેના પરથી મતદારોની પસંદગીનો ખ્યાલ આવી શકે છે. આ આઠ બેઠકોમાં નોટાના કુલ 24,667 મતો પડયા હતા. તેમાં સૌથી વધુ કપરાડામાં 4520 મતો પડયા હતા.

(10:58 pm IST)