Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

વલસાડના હનુમાન ભાગડા ગામે પીવાના પાણી માટે લોકોએ વલખા મારવા પડે છે

દિવસ રાત લાઈનમાં પોતપોતાના પ્લાસ્ટિકના કેન મૂકવાની ફરજ

(કાર્તિક બાવીશી દ્વારા)વલસાડના હનુમાન ભાગડા ગામે બોરખડું ફળિયામાં એકમાત્ર પીવાના પાણીનો નળ કનેક્શન ઉપર આ વિસ્તારના રહીશોએ પાણી ભરવા માટે દિવસ રાત લાઈનમાં પોતપોતાના  પ્લાસ્ટિકના કેન મૂકવાની ફરજ પડતી હોય છે. વિસ્તારમાં એક માત્ર બોરીંગ  તે પણ બગડેલી હાલતમાં હોય રહીશોને પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. માત્ર પાલીકાનો પાણી કનેક્શન ગયું હોય પાણી પુરવઠા યોજના હેઠળ પાણીનું એક પણ કનેક્શન આપવામાં આવ્યુ નથી નુ  રહીશો જણાવી રહ્યા છે.

  વલસાડ નજીકના ઔરંગા નદી કિનારે આવેલા હનુમાન ભાગડા ગામે બોરખડુ  ફળિયામાં ૩૫ થી વધુ આદિવાસીઓનાઘર  આવેલા છે. વિસ્તારમાં વર્ષોથી પાણીની પાઈપલાઈન નાંખવામાં આવી નથી. વિસ્તારમાં રહેતા  250 લોકો એકમાત્ર બોરિંગ ના પાણી થી રોજીંદા કામો કરતા હોય છે. છેલ્લા કેટલાક વર્ષોથી વિસ્તારમાં વલસાડ નગરપાલિકા દ્વારા નાખવામાં આવેલી પાઇપલાઇનમાં એકમાત્ર પોઇન્ટ આપવામાં આવ્યો છે. આ પાણીના પોઈન્ટ પરથી આ વિસ્તારના રહીશોએ પાણી ભરવાની ફરજ પડતી હોય છે. વર્ષો અગાઉ બોરખડું માં માત્ર બે બોરીંગો કરવામાં આવી હતી જે પણ હાલમાં બંધ હાલતમાં છે. ગામમાં દરેક ફળિયામાં પાણી પુરવઠા અને પાલિકાની પાણીની પાઈપલાઈન નાંખવામાં આવી છે ત્યારે ફળિયામાં આજ દિન સુધી સરપંચ દ્વારા પાણી પૂરવઠા યોજના ની પાણીની  લાઇન નાખવામાં આવી નથી. જેના કારણે આ વિસ્તારના 35 જેટલા ઘરોના લોકો એકમાત્ર પાલીકા ના  પાણીના નળ કનેક્શન ઉપર પાણી ભરવા માટે રાત દિવસ લાઈનમાં પોતાના પ્લાસ્ટિકના કેન મુકવાની ફરજ પડતી હોય છે. આ વિસ્તારના રહીશોએ માંગણી કરી છે  કે પંચાયત દ્વારા બગડેલી બોરિંગ રીપેરીંગ કરી કે નવી બોરિંગ, પાણી પુરવઠાની પાઇપલાઇન નાંખવામાં આવે તો વિસ્તારમાં વર્ષો જૂની પાણીની સમસ્યા કાયમી હલ થઇ શકે તેમ છે

(8:57 pm IST)