Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

સુરતમાં પાલિકાની નબળી કામગીરી સામે આવી:મલ્ટીલેવલ પાર્કીંગનું કૌભાંડ સામે આવ્યું

સુરત:મહાનગરપાલિકામાં મલ્ટીલેવલ પાર્કિંગમાં કૌભાંડની ફરિયાદ બાદ કેટલાક પાર્કિંગમાં કોન્ટ્રાક્ટર રદ્દ કરીને ફ્રી પાર્કિંગ કરી દેતા મલ્ટી લેવલ પાર્કિંગમાં અરાજકતા સર્જાઈ રહી છે. 

મ્યુનિ. તંત્રએ કોન્ટ્રાક્ટ રદ્દ કર્યા બાદ મલ્ટી લેવલ પાર્કિંગમાં પાર્કિંગ માટે કોઈ વ્યવસ્થા ગોઠવી નથી. મલ્ટીલેવલ પાર્કિંગમાં કોઈ વ્યવસ્થા ન હોવાથી લોકો આડેધડ વાહનો પાર્ક કરી રહ્યાં છે. જેના કારણે લોકો વચ્ચે સંઘર્ષ થઈ રહ્યું છે અને  મોટો ઝઘડો થવાની પણ શક્યતા નકારી શકાતી નથી.

સુરત મ્યુનિ.ના સેન્ટ્રલ ઝોનમાં મસ્કતિ હોસ્પીટલ પાસે ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે  મલ્ટી લેવલ પાર્કિંગ બનાવ્યું છે. પરંતુ મ્યુનિ.ના અધિકારીઓની અણઘડતાના કારણે આ જગ્યાએ કોન્ટ્રાક્ટ આપવામાં ગોટાળા થયાં છે. મ્યુનિ.ની લાયસન્સ ફી ભર્યા વિના જ કોન્ટ્રાક્ટરે પાર્કિંગના પૈસા લેવાની શરૂઆત કરી દીધી હતી. 

(5:14 pm IST)