Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

સુરત શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો : નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

અડાજણ,પાલ, ડભોલી, પુણા ગામ, અર્ચના સ્કૂલ, લિંબાયત ગરનાળા, કતારગામ જેવા વિસ્તારોમાં વરસાદ

સુરત શહેર અને જિલ્લામાં વરસાદની રિ-એન્ટ્રી ગઈ છે. ભારે ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. બપોરના સમયે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. શહેરના અડાજણ,પાલ, ડભોલી, પુણા ગામ, અર્ચના સ્કૂલ, લિંબાયત ગરનાળા, કતારગામ જેવા નીચાણવાળા વિસ્તારોના રસ્તા પર પાણી ભરાઈ ગયા હતાં

(7:01 pm IST)