Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

રાત્રે સુરતમાં મેઘરાજાની પધરામણી :ખુશીનો માહોલ :વરસાદની માજા માણવા લોકો રસ્તાઓ અને ઘરની અગાસીઓ પર પહોંચ્યા

વેસુના વીઆઇપી રોડ વિસ્તારમાં રાત્રીના સમયે વરસાદ શરૂ : વાતાવરણમાં ઠંડી પ્રસરી જતા લોકોને ગરમીથી આંશિક રાહત

સુરત ;રાત્રે સુરતમાં મેઘરાજાની પધરામણી થઇ છે શહેરમાં વરસાદી છાંટા પડતા શહેરીજનોની આતુરતાનો અંત આવ્યો છે સુરત વાસીઓમાં મેધરાજાની પધરામણી થતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સુરતના વેસુના વીઆઇપી રોડ વિસ્તારમાં રાત્રીના સમયે મેધરાજાની પધરામણી થઇ હતી. સુરત વાસીઓએ મેધરાજાની મઝા માણવા માટે રસ્તા પર અને ઘરની અગાસી પર દોડી આવ્યા હતા

સુરતમાં સમી સાંજથી જ આકાશમાં કાળા વાદળો છવાયા હતા. અને ઠંડા પવનો ફૂકાયા હતા. વાતાવરણમાં ઠંડી પ્રસરી જતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. અને થોડી વાર બાદ મોડી રાત્રે સુરતના વેસુ વિસ્તારમાં મેધરાજાની એન્ટ્રી થતા લોકોમાં ખુશી જોવા મળી હતી. અને લોકોના વિરહનો અંત આવ્યો હતો.

(11:49 pm IST)