Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

અમીરગઢના ભેદલામાં ઝૂંપડામાં આગ લાગતા બે માસુમ બાળકો ભડથું ;માતા ગંભીર :અરેરાટી

રસોઈ બનાવતી વેળાએ આગ લાગતા ઝુપડામાં ૧૫ દિવસનું અને બે વર્ષનું બાળક ભડથું

 અમીરગઢ તાલુકાના ભેદલા ગામે  ઝુપડામાં રસોઈ બનાવતી વેળાએ આગ લાગતા ઝુપડું બળીને ખાખ થઇ ગયું હતું. જેમાં બે માસુમ બાળકો પણ ભડથું થઇ જતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.આ આગમાં માતા પણ પીઠના ભાગે ગંભીર રીતે દાજી જતા તને સારવાર માટે ખસેડાઈ હતી.

  આ અંગે મળતી વિગત મુજબ અમીરગઢ તાલુકાના વનપુરા(વી.) ગ્રામ પંચાયતમાં આવતા ભેદલા ગામે સાંજે એક ઝુપડામાં રસોઈ બનાવતી વખતે એકાએક આગ લાગતા સમગ્ર ઝુપડું આગની લપેટમાં આવી ગયું હતું. જેમાં ઝુપડામાં રહેલ એક ૧૫ દિવસનું અને બીજું બે વર્ષનું બાળક ભડથું થઇ ગયા હતા.જયારે તેમની માતા પણ પીઠના ભાગે દાજી ગઈ હતી.

  આ આગમાં ઘરવખરી સહીત સમગ્ર ઝુપડું બળીને ખાખ થઇ ગયું હતું.આ કરુણ બનાવના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.બનાવની જાણ થતા અમીરગઢ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને પીએસઆઈ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી

 
(9:09 pm IST)