Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

પેટલાદના બામરોલી ગામે નજીવી બાબતે બે પિતરાઈ ભાઈઓ બાખડતાં સામસામે દાતરડાથી હુમલો કરતા એકની હાલત ગંભીર

પેટલાદ: તાલુકાના બામરોલી ગામે આવેલી દુકાન પાછળ ગઈકાલે બપોરના સુમારે જમીન નામે કરાવવાની બાબતે પિતરાઈ ભાઈએ દાતરડાથી હુમલો કરીને માર મારતાં હાલત ગંભીર થઈ જવા પામી હતી. જેથી વધુ સારવાર માટે ચાંગાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા

ફરિયાદી કોકિલાબેન પ્રતાપભાઈ પરમાર આખડોલ રોડ ઉપર આવેલા ધુળા ભગતના કુવા પાસે રહે છે. તેમની બાજુમાં કૌટુંબી કાકા સસરાનો પુત્ર -મણભાઈ મગનભાઈ પરમાર પણ રહે છે. તેમની વડિલોપાર્જીત જમીનની વહેંચણી કરી દેવામાં આવી હતી. જેમાં -મણભાઈએ પોતાનું નામ સાત બારમાં દાખલ કરાવ્યુ નહોતુ. જેને લઈને ઝઘડાઓ ચાલતા હતા

(5:40 pm IST)