Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

વડોદરાના શિયાબાગ મેઈન રોડ પરથી રિક્ષામાં લઇ જવાતા દારૂના જથ્થા સાથે પોલીસે ત્રણ શખ્સોની અટકાયત કરી

વડોદરા: શહેરના શીયાબાગ મેઇન રોડ પાસેથી નવાપુરા પોલીસે રીક્ષામાં દારૃની ૨૪ બોટલો લઇને જતા ત્રણ આરોપીઓને ઝડપી પાડયા છે. જ્યારે એસોજીએ ગાજરાવાડી વિસ્તારમાંથી દારૃની બોટલો લઇને જતા આરોપીને પકડી લીધો છે.

બનાવની મળતી માહિતી મુજબ નવાપુરા પોલીસને ફ્રોહિબીશન- ડ્રાઇવ દરમિયાન બાતમી મળી હતી કે રીક્ષામાં દારૃ ભરીને આરોપીઓ શીયાબાગ વિસ્તારમાંથી પસાર થવાના છે. જેના આધારે પીઆઇ આર.એમ. ચૌહાણની સૂચના મૂજબ પોલીસ જવાન કિરણ સહિતના સ્ટાફે શીયાબાગ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. તે દરમિયાન સાંજે સાત વાગ્યાના અરસામાં શીયાબાગ મેઇન રોડ જયઅંબે પાન સેન્ટર પાસેથી રીક્ષા પકડી હતી. રીક્ષામાંથી દારૃની ૨૪ બોટલો કિંમત રૃપિયા ,૦૪૦ ની કબ્જે કરી છે અને ત્રણ આરોપીઓ . સોનુ સંજયભાઇ કાલગુડે (રહે. તેજાબમીલની ચાલી ડભોઇ રોડ, હાલ રહે. પરશુરામ ભઠ્ઠો સયાજીગંજ) . મયૂર સુનિલભાઇ મસાન્ગે (રહે. વુડાના મકાનમાં ભાયલી રોડ) અને . શીલ અનિલભાઇ ખાડેકર (રહે. આસોપાલવ એપાર્ટમેન્ટ સયાજીગંજ) ની ધરપકડ કરી છે.

(5:35 pm IST)