Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

અમદાવાદમાં રીક્ષા-બસ વચ્ચે થયેલ ગમખ્વાર અકસ્માતમાં મહિલા-પુરુષનું કમકમાટી ભર્યું મોત

અમદાવાદ: શહેરમાં હવે રિક્ષામાં દારુની હેરાફેરી થઇ રહી છે. શનિવારે મધરાતે એસજી હાઇવે પર પૂર ઝડપે જઇ રહેલી રિક્ષા એસટી બસ સાથે ટકરાઇ હતી જેના કારણે થયેલા અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા મહિલા, પુરુષનું મોત થયું હતુંએક મહિલાને ગંભીર ઇજાઓ થઇ હતી. રિક્ષામાં દારૃના પોટલા હોવાથી અકસ્માતના સ્થળે દારૃની રેલમછેલ થઇ હતી.

એસજી હાઇવે પર વાયએમસીએ ક્લબ નજીક શનિવારે રાત્રે ૧૨.૩૦ વાગે પૂર ઝડપે રિક્ષા આવી રહી હતી ચાર રસ્તા પર વળાંક લેતાની સાથે નરોડા-જુનાગઢ કેશોદ રૃટની એસટી બસ સાથે ટક્કર વાગી હતી જેના કારણે રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો, રિક્ષામાં બેઠેલા સંજય સોલંકી અને રેખાબહેનને ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન મોત થયું હતું જ્યારે અન્ય એક મહિલાને ગંભીર ઇજાઓ થઇ હતી,

(5:34 pm IST)