Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

બાવળા-બગોદરા હાઇવે પર ટ્રકમાંથી પોલીસે બાતમીના આધારે 22.56 લાખનો દારૂનો જથ્થો ઝડપ્યો

અમદાવાદ:બાવળા બગોદરા હાઈવે પરથી પસાર થતી ટ્રક આંતરીને પોલીસે તેમાંથી ૨૨.૫૬ લાખનો વિદેશી દારૃનો જથ્થો કબજે કર્યો હતો. કેસમાં પોલીસે પંજાબના એક શખ્સની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ ગ્રામ્ય પોલીસની એલસીબીએ માહિતીને આધારે બાવળા બગોદરા હાઈવે પર તારાપુર ત્રણ રસ્તા પાસેથી પસાર થતી ટ્રક અટકાવી હતી. તપાસ કરતા ટ્રકમાં પતંજલી તેલના પાઉચના પુંઠાના બોક્ષ નીચે દારૃ સંતાડયો હોવાનું બહાર આવ્યું હતું. ટ્રકમાંથી પોલીસે ૨૨.૫૬ લાખનો વિદેશી દારૃ, તેલના .૪૨ લાખના પાઉચ અને રોકડ રકમ મળીને રૃ.૩૪,૦૮,૯૪૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. કેસમાં પોલીસે પંજાબના હરપ્રિતસિંગ સી.જાટની ધરપકડ કરી હતી. આરોપીએ જથ્થો ક્યાંથી મેળવ્યો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:33 pm IST)