Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

વડગામના છાપી નજીક લકઝરી બસ, ટેન્કર અને ટ્રેકટર વચ્ચે ટ્રિપલ અકસ્માત :ટ્રોલીમાં સુતેલા વ્યક્તિને ઇજા

લકઝરી બસ તેમજ ટેન્કર ચાલક અકસ્માત સર્જી ફરાર

વડગામના છાપી નજીક તેંનીવાડા હાઇવે ઉપર રવિવાર વહેલી સવારે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રેકટર ની ટ્રોલી માં સુઈ રહેલ એક ઈસમ ને માથા ના ભાગે ગંભીર ઇજા થતાં પાલનપુર સિવિલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

‎પ્રાપ્ત વિગતો મુજબ પાલનપુર- મહેસાણા હાઇવે ઉપર આવેલ તેનીવાડા અધુરીયા પુલ ઉપર સિધ્ધપુર તરફ થી આવતા એક ટ્રેકટર ને પાછળ થી આવતા એક ટેન્કર ના ચાલકે ટક્કર મારી હતી જોકે ટેન્કર પાછળ આવતી સુરત થી ભીનમાલ જતી લકઝરી બસ ટકરાઈ હતી જેથી આગળ જતાં ટ્રેકટર ની ટ્રોલી માં સુઈ રહેલ એક ને સામાન્ય ઇજા થઇ હતી જ્યારે અન્ય જયપાલભાઈ જાટપ( રહે. ગાઝિયાબાદ યુ. પી. ) નીચે પટકાતા માથા ના ભાગે ગંભીર ઇજા થતાં ૧૦૮ ના પાયલોટ ગોવિંદભાઇ દ્રારા તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર સિવિલ માં ખસેડવા માં આવ્યો હતો દરમિયાન લકઝરી બસ તેમજ ટેન્કર ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયા હતા.

(10:57 pm IST)