Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

સુરતના અગ્નિકાંડમાં માસુમ મૃતકોને ન્યાય માટે ઉપવાસ પર બેસવા જતા કેતન સોજીત્રાની પોલીસ દ્વારા અટકાયત

અન્ય અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ

સુરત સરથાણા તક્ષશિલા અગ્નિકાંડમાં ૨૨ જેટલા માસુમ હોય જીવ ગુમાવ્યો હતો માસૂમોને ન્યાય મળે લગતા અધિકારીઓ વિરુદ્ધ કડક માં કડક કાર્યવાહી માંગ સાથે ઉપવાસ પર બેસવા જતા કેતન સોજીત્રા નામના યુવાનની પોલીસે અટકાયત કરી છે.

સુરત સરથાણા તક્ષશિલા આર્કેડ માં 22 માસુમોના મોત થયા હતા આ ઘટનામાં મનપા, GEB, ફાયર ઓફિસરો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તેઓની ધરપકડ કરી હતી જ્યારે અન્ય અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ સાથે કેતનભાઇ સોજીત્રા સરથાણા ખાતે ઉપવાસ પર બેસવા જતા તેઓની સરથાણા પોલીસે કેતનની અટકાયત કરી કડોદરા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો છે.

તક્ષશિલા અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા માસુમોને ન્યાય મળે એ માટે કસૂરવાર SMC, GEB,ફાયર અધિકારીઓ વિરુદ્ધ કડકમાં કડક પગલા લેવાય તેવી માંગ સાથે અચોક્કસ મુદ્દત પર ઉપવાસ પર બેસવા જતા કેતન સોજીત્રાની પોલીસે અટકાયત કરી છે અને કડોદરા પોલીસ મથક લઈ જવામાં આવ્યો છે.

(6:21 pm IST)