Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

ખાતરની બેગ્સમાં ઓછા વજનની બાબત ધ્યાને આવતા જીએનએફસી અને જીએસએફસીને બે દિવસ ખાતર વેચાણ બંધ રાખવા મુખ્યસચિવ ડો,જે,એન,સિંહની સૂચના

ગાંધીનગર :મુખ્ય સચિવ ડો જે એન સિંહે રાજ્યમાં ખાતર ની બેગ્સ માં ઓછા વજન અંગેની  બાબત ધ્યાનમાં આવતા   જી એન એફ સી અને જી એસ એફ સી ના મેનેજિંગ ડિરેક્ટર ને આ ખાતર વેચાણ આજથી બે દિવસ  એટલે કે રવિવાર સુધી બન્ધ રાખવા સુચના આપી છે

 રાજ્ય ના આ બે કમ્પનીઓ ના તમામ ડેપો અને વેચાણ કેન્દ્રો પર આ દરમ્યાન ખાતર ના વજન ની  સંપૂર્ણ ચકાસણી  વિડિયોગ્રાફી સાથે કરવાની સ્પષ્ટ સુચના પણ આપવામાં આવી છે*

*આ સમગ્ર પ્રકિયા સંતોષ કારક રીતે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કર્યા બાદ જ સોમવારે થી આ ખાતર નું વેચાણ ફરી શરૂ કરવા ના દિશા નિર્દેશ મુખ્ય સચિવ એ જીએનએફસી જી એસ એફ સી ને આપ્યા છે

(10:37 pm IST)
  • છેલ્લી ઘડીએ જેટ એરવેયઝ માટે બોલી લગાવતું એતિહાદ : એમની સાથે છે કોઈ ભારતીય પક્ષકાર : આ ભારતીય પક્ષકાર રિલાયન્સ હોવાનું ચર્ચાય રહ્યું છે. access_time 1:43 am IST

  • રાજકોટના મવડી રોડ પર અંબિકા જવેલર્સમાં બીઆઇએસ દ્વારા ચેકીંગ : સુવર્ણકારોમાં ઘેરા પડઘા : હોલમાર્કના કાયદા અને ધારાધોરણ વિરુદ્ધ કાર્યવાહી થયાના આરોપ : સોનીઓની તમામ દુકાનો બંધ કરવા આહવાન : સોની સમાજના આગેવાનો પહોંચ્યા : માલ જપ્ત કરવાની કાર્યવાહી સામે સુવર્ણકરોમાં ભારે આક્રોશ access_time 1:11 pm IST

  • હરભજનસિંહ અને લક્ષ્મણ આવ્યા ગંભીરના સમર્થનમાં :ક્રિકેટના મેદાનથી રાજનીતિની પીચમાં આવેલા ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીર સામે આપના ઉમેદવાર આતીષીએ લગાવેલ ગંભીર આરોપને હરભજનસિંહ અને લક્ષ્મણે પાયાવિહોણા ગણાવ્યા ;કહ્યું ગંભીર એવા પ્રકારનો નથી જે મહિલા વિરુદ્ધ આપત્તીજનક વાતો કરી શકે access_time 1:09 am IST